Get The App

મમતા સરકારનું એન્ટી રેપ બિલ અટવાયું, રાજ્યપાલે આપ્યો મોટો ઝટકો, જાણો કેમ મામલો ગુંચવાયો

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
મમતા સરકારનું એન્ટી રેપ બિલ અટવાયું, રાજ્યપાલે આપ્યો મોટો ઝટકો, જાણો કેમ મામલો ગુંચવાયો 1 - image


Image: Facebook

Aparajita Bill: મમતા સરકારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 3 સપ્ટેમ્બરે એન્ટી-રેપ બિલ રજૂ કર્યું હતું. વિધાનસભામાં આ બિલ પાસ થયા બાદ તેને રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળના ગવર્નર આનંદ બોઝે કહ્યું કે મમતા સરકારના કારણે અપરાજિતા બિલ હજુ પેન્ડિંગ છે. મમતા સરકારે બિલની સાથે ટેક્નિકલ રિપોર્ટ મોકલ્યો નથી. ટેક્નિકલ રિપોર્ટ વિના અપરાજિતા બિલને મંજૂરી મળી શકતી નથી. રાજભવન તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ગવર્નર આનંદ બોઝ મમતા સરકારના આ વલણથી ખુશ નથી. મમતા સરકારે મહિલાઓ સાથે જોડાયેલા આ બિલને લઈને કોઈ પણ તૈયારી કરી નથી.

મમતા સરકાર પહેલા પણ આવું કરતી રહી છે

પહેલા પણ મમતા સરકાર આવું કરતી રહી છે. મમતા સરકારે પહેલા પણ વિધાનસભાથી પાસ થયેલા ઘણા બિલના ટેક્નિકલ રિપોર્ટ રાજભવન મોકલ્યા નથી. જેના કારણે આ બિલ પેન્ડિંગ થઈ જાય છે. મમતા સરકાર બાદમાં તેનો આરોપ રાજભવન પર લગાવે છે.

3 સપ્ટેમ્બરે મમતા સરકારે રજૂ કર્યું હતું એન્ટી-રેપ

કોલકાતાના આરજી કર હોસ્પિટલમાં મહિલા ડોક્ટરથી રેપ-મર્ડર બાદ રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યાં હતાં. સમગ્ર રાજ્યમાં આ મામલાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું. જે બાદ રાજ્ય સરકારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 3 સપ્ટેમ્બરે એન્ટી-રેપ બિલ રજૂ કર્યું હતું. 

આ બિલ અનુસાર પોલીસને 21 દિવસમાં રેપ કેસની તપાસ પૂરી કરવાની છે. વિધાનસભામાં બિલ પાસ થયા બાદ તેને રાજ્યપાલની પાસે મોકલવામાં આવ્યુ હતું. ત્યાંથી પાસ થયા બાદ બિલને રાષ્ટ્રપતિની પાસે મોકલવામાં આવશે. મોહર લગાવ્યા બાદ જ આ બિલ કાયદામાં બદલાઈ શકશે. 

મમતા સરકાર પર નિશાન સાધ્યું

ગવર્નર આનંદ બોઝે આ બિલને આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશના બિલની નકલ ગણાવી છે. તેમણે કહ્યું કે આ પ્રકારના બિલ રાષ્ટ્રપતિની પાસે પહેલા જ પેન્ડિંગ છે. લોકોને દગો આપવા માટે મમતા ધરણા-પ્રદર્શનોમાં ભાગ લઈ રહ્યાં છે.


Google NewsGoogle News