તૃણમૂલ કોંગ્રેસમાં બબાલ! મમતાની મુશ્કેલી વધી, ભત્રીજા અભિષેક બેનર્જી 2024ની ચૂંટણીમાં પ્રચાર નહીં કરે

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
તૃણમૂલ કોંગ્રેસમાં બબાલ! મમતાની મુશ્કેલી વધી, ભત્રીજા અભિષેક બેનર્જી 2024ની ચૂંટણીમાં પ્રચાર નહીં કરે 1 - image


Image Source: Twitter

- અભિષેક બેનર્જી બંગાળની બાકીની 41 બેઠકોની ચિંતા કરવા તૈયાર નથી

નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર 2023, રવિવાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પાર્ટી નેતૃત્વથી નારાજ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમનું માનવું છે કે બાકી રકમ વસૂલવા માટે તેમણે કેન્દ્ર વિરુદ્ધ જે આંદોલન શરૂ કર્યું હતું તે પાટા પરથી ઉતરી ગયું છે. દુર્ગા પૂજા પહેલા અભિષેક બેનર્જી આ આંદોલનને વેગ આપવા માટે રસ્તા પર ઉતર્યા હતા. યોજના એવી હતી કે પૂજા બાદ આંદોલનને વધુ વિસ્તારવામાં આવશે. જો કે આવું ન બન્યું. તેથી અભિષેક બેનર્જી પાર્ટી નેતૃત્વથી નારાજ છે અને તેઓ 2024ની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે તૈયાર નથી.

દુર્ગા પૂજા બાદ અભિષેક બેનર્જીએ કેન્દ્ર પાસેથી બાકી રકમની વસૂલાત માટે આંદોલનને વધુ તેજ કરવાની ઘોષણા કરી હતી પરંતુ નેતાઓએ આંદોલનને જમીની સ્તરે આગળ ન ધપાવ્યું. તેમને આ માટે કોઈ પ્રોગ્રામ ન મળ્યો. વિવિધ અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિષેક બેનર્જી પાર્ટી નેતાઓના એક જૂથની આ હરકતથી નારાજ છે. અહેવાલમાં તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોનો હવાલો આપતા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિષેક બેનર્જી લોકસભા ચૂંટણીમાં ખુદને પોતાના મતવિસ્તાર સુધી જ મર્યાદિત રાખવા માંગે છે. તેઓ બંગાળની બાકીની 41 બેઠકોની ચિંતા કરવા તૈયાર નથી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અભિષેક બેનર્જીએ દિલ્હી જઈને આ આંદોલનનું આયોજન કર્યું હતું. કોલકાતા પરત ફર્યા બાદ પણ તેમણે આ માટે હંગામો મચાવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક બેનર્જી નેતૃત્વથી નારાજ છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિષેકની યોજના નવેમ્બરમાં ફરીથી દિલ્હી જઈને વિરોધ પ્રદર્શન કરવાની હતી. તેમણે એ પણ યોજના બનાવી હતી કે, જો કેન્દ્ર માંગણી નહીં સ્વીકારશે તો તેઓ બંગાળ પાછા ફર્યા બાદ ગામડે-ગામડે યાત્રા કરશે. તેના બદલે 20 ડિસેમ્બરે મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તે સમયે અભિષેક પણ તેમની સાથે હતા.


Google NewsGoogle News