NDAનું ટેન્શન વધ્યું! દિગ્ગજ મુખ્યમંત્રીની પાર્ટીનો મોટો દાવો- ભાજપના 3 સાંસદો અમારા સંપર્કમાં

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
NDAનું ટેન્શન વધ્યું! દિગ્ગજ મુખ્યમંત્રીની પાર્ટીનો મોટો દાવો- ભાજપના 3 સાંસદો અમારા સંપર્કમાં 1 - image

 

Mamata banerjee News | મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ સાકેત ગોખલેએ મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ભાજપના ત્રણ સાંસદ ટીએમસીના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં લોકસભામાં ભાજપની સંખ્યા ઘટીને 237 થઈ જશે. 

ભાજપ 240 બેઠક જીત્યો હતો 

લોકસભા ચૂંટણી 2024માં ભાજપે માત્ર 240 બેઠકો જીતી છે અને હાલમાં તે TDP, JDU જેવી ઘણી પાર્ટીઓ સાથે કેન્દ્રમાં ગઠબંધન સરકાર ચલાવી રહ્યો છે. આવી સ્થિતિમાં જો તેના જ ત્રણ સાંસદો પક્ષ બદલે તો મુશ્કેલી પડશે. બંગાળ ભાજપે સાકેત ગોખલેના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આવા દાવા પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે પાર્ટીનું રાજ્ય એકમ એકજૂટ છે.

પ.બંગાળમાં મમતાની પાર્ટીનું મજબૂત પ્રદર્શન 

લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં 42માંથી 29 બેઠકો જીતી હતી. તે જ સમયે, રાજ્યમાં ભાજપની બેઠકોની સંખ્યા 2019 માં 18 થી ઘટીને 12 થઈ ગઈ છે. TMC રાજ્યસભાના સભ્ય ગોખલેએ 'X' પર પોસ્ટ કરતાં કહ્યું કે, 'હાલમાં લોકસભામાં ભાજપના સાંસદોનો આંકડો 240 છે અને I.N.D.I.A. ગઠબંધનના સાંસદોનો આંકડો 237 છે. પશ્ચિમ બંગાળના ભાજપના ત્રણ સાંસદો અમારા સંપર્કમાં છે અને ટૂંક સમયમાં સુખદ આશ્ચર્ય થશે. તે પછી ભાજપનો આંકડો ઘટીને 237 થઈ જશે જ્યારે I.N.D.I.A. ગઠબંધનના સાંસદોની સંખ્યા વધીને 240 થઈ જશે.

મોદીનું ગઠબંધન ટકાઉ નથી.. 

તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીનું ગઠબંધન ટકાઉ નથી. આ લાંબો સમય નહીં ચાલે. તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપ 240 બેઠકો જીતીને બહુમતીનો આંકડો ચૂકી ગયો હતો, પરંતુ NDAએ 293 બેઠકો સાથે બહુમતીનો આંકડો હાંસલ કર્યો હતો. કોંગ્રેસે 99 બેઠકો જીતી હતી, જ્યારે 'I.N.D.I.A.' ગઠબંધનને 234 બેઠકો મળી હતી. ચૂંટણી પછી, બે વિજેતા અપક્ષ ઉમેદવારોએ પણ કોંગ્રેસને સમર્થન આપવાનું વચન આપ્યું હતું અને વિપક્ષી ગઠબંધનની સંખ્યા 236 પર પહોંચી હતી.

NDAનું ટેન્શન વધ્યું! દિગ્ગજ મુખ્યમંત્રીની પાર્ટીનો મોટો દાવો- ભાજપના 3 સાંસદો અમારા સંપર્કમાં 2 - image


Google NewsGoogle News