'બંગાળમાં 'I.N.D.I.A.' ગઠબંધન નથી, કોંગ્રેસ ભાજપ માટે કામ કરી રહી છે', મમતા બેનર્જીનું મોટું નિવેદન

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
'બંગાળમાં 'I.N.D.I.A.' ગઠબંધન નથી, કોંગ્રેસ ભાજપ માટે કામ કરી રહી છે', મમતા બેનર્જીનું મોટું નિવેદન 1 - image


Lok Sabha Elections 2024 : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઈજા બાદ રવિવારે (31 માર્ચ) પહેલી ચૂંટણી રેલી યોજી હતી. જેમાં તેમણે લોકસભા ચૂંટણીમાં ભાજપના 400થી વધુ બેઠકો જીતવાના દાવાની મજાક ઉડાવી. ટીએમસી સુપ્રીમોએ ભાજપને પડકારતા કહ્યું કે, 'તેઓ 200 બેઠકનો આંકડો પાર કરીને બતાવે.' મમતાએ વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'ભાજપને 200થી વધુ બેઠક લાવવાનું આહ્વાન કર્યું હતું, પરંતુ તેને માત્ર 77 પર અટકવું પડ્યું હતું.'

CAA-NPA લાગુ નહીં થવા દઈએ : મમતા બેનર્જી

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, 'અમે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને બંગાળમાં લાગુ નહીં થવા દઈએ.' તેમણે લોકોને અપીલ કરી કે સીએએ માટે અરજી કરનારા વ્યક્તિ વિદેશી બની જશે. તેમણે લોકોને તેના માટે અરજી ન કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, CAA નાગરિકોને વિદેશી બનાવવાની જાળ છે. અમે પશ્ચિમ બંગાળમાં ન તો CAA અને ન તો NPAને લાગુ થવા દઈએ.'

કોંગ્રેસ અને માકપા ભાજપ માટે કામ કરી રહ્યા છે : મમતા બેનર્જી

મમતા બેનર્જીએ કહ્યું કે, 'ભાજપ સાથે હાથ મિલાવવા માટે વિપક્ષી ગઠબંધન 'I.N.D.I.A.'ના સાથી પક્ષ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) અને કોંગ્રેસની ટિકા કરી. તેમણે ટીએમસી ઉમેદવાર મહુઆ મોઈત્રાના સમર્થનમાં કૃષ્ણાનગરમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં કોઈ 'I.N.D.I.A.' ગઠબંધન નથી. માકપા અને કોંગ્રેસ બંગાળમાં ભાજપ માટે કામ કરી રહ્યા છે.' 

kkkkkkkkk

વધુમાં તેમણે કહ્યું કે, મહુઆ મોઈત્રાને બદનામ કરવામાં આવ્યા અને તેમને લોકસભાથી સસ્પેન્ડ કરી દેવાયા, કારણ કે તેઓ ભાજપની સામે અવાજ ઉઠાવી રહ્યા હતા.


Google NewsGoogle News