નીતિ આયોગ ખતમ કરો: PM મોદીની અધ્યક્ષતામાં મીટિંગ પહેલા મમતા બેનરજીની માંગ

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
નીતિ આયોગ ખતમ કરો: PM મોદીની અધ્યક્ષતામાં મીટિંગ પહેલા મમતા બેનરજીની માંગ 1 - image


Mamata Banerjee On NITI Aayog : દિલ્હીમાં શનિવારે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાવાની છે. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. બેઠકમાં ભાગ લેવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દિલ્હી પહોંચી ગયા છે. જોકે તેમણે બેઠકના એક દિવસ પહેલા જ કડક શબ્દોમાં નીતિ આયોગના ખતમ કરવાની વાત કહી છે.

નીતિ આયોગને ખતમ કરો : મમતા બેનરજી

મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, નીતિ આયોગને ખતમ કરો અને યોજના આયોગ પરત લાવો. યોજના આયોગ નેતાજી સુભાષચંદ્ર બોઝનો આઈડિયા હતો. તેમણે એનડીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, આ સરકાર આંતરીક વિખવાદમાં પડી જશે. દિલ્હી પહોંચીને તેમણે એમ પણ કહ્યું કે, મારી પાસે હાલ વધુ સમય નથી, તેથી હું કોઈપણ નેતા સાથે મુલાકાત નહીં કરી શકું. હું અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતાને મળવા માંગુ છું, હું તેમની સાથે વાત કરીશ.

આ પણ વાંચો : કંગના રનૌતનું સંસદમાં પ્રથમ ભાષણ, વડાપ્રધાનના કર્યા વખાણ, કોંગ્રેસ પર સાધ્યું નિશાન

મમતાએ આગામી ચૂંટણીઓ અંગે ભાજપ પર સાધ્યું નિશાન

મમતા બેનર્જીએ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અંગે ભાજપ પર નિશાન સાધી કહ્યું કે, ‘બંગાળમાં ભાજપનો સૂરજ ડૂબી રહ્યો છે, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેનું ગઠબંધન જીતશે, હરિયાણામાં ભાજપ હારશે અને ઝારખંડમાં હેમંત સોરેન ફરી જીતશે.’

‘એક સરકાર કાયદો લાવી શકે છે, તો બીજી પરત ખેંચી શકે છે’

જ્યારે મમતા બેનરજીને નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, ‘આ કાયદો એક સરકાર લાવી શકે છે, તો બીજી સરકાર તેને પરત પણ ખેંચી શકે છે. તાજેતરની લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનને 51 ટકા, જ્યારે એનડીએને 46 ટકા મત મળ્યા છે.’ જ્યારે તેમને એનડીએમાં જોડાવા અંગે પ્રશ્ન કરાયો તો તેમણે કહ્યું કે, ‘હું વિચારધારા સાથે સમાધાન કરી શકતી નથી.’

આ પણ વાંચો : છેલ્લા પાંચ વર્ષમાં કેટલા વાઘના થયા મોત, હુમલામાં કેટલા વ્યક્તિઓએ ગુમાવ્યો જીવ? સરકારે સંસદમાં રજૂ કર્યો ડેટા


Google NewsGoogle News