Get The App

જો ગઠબંધનની સરકાર બની તો...: મમતા બેનર્જીએ I.N.D.I.A. ગઠબંધન સામે મૂકી આ ત્રણ શરત

Updated: May 27th, 2024


Google NewsGoogle News
જો ગઠબંધનની સરકાર બની તો...: મમતા બેનર્જીએ I.N.D.I.A. ગઠબંધન સામે મૂકી આ ત્રણ શરત 1 - image


Image Source: Twitter

Mamata Banerjee: મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અગાઉ કહ્યું હતું કે, જો I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનશે તો હું બહારથી સમર્થન કરીશ. ત્યારબાદ 24 કલાક બાદ જ મુખ્યમંત્રી પોતાના નિવેદનથી પલટી જતા કહ્યું કે, ટીએમસી I.N.D.I.A. ગઠબંધનનો હિસ્સો છે અને રહેશે. 

 I.N.D.I.A. ગઠબંધન સામે રાખી આ શરત

હવે તેણે રવિવારે એક સભા દરમિયાન  I.N.D.I.A. ગઠબંધન સામે ત્રણ શરતો મૂકી છે. તેમનું કહેવું છે કે જો વિપક્ષની બ્લોક સરકાર બનશે તો સૌથી પહેલા CAA, NRC અને UCCને રદ કરવા પડશે. નિષ્ણાંતોનું માનવું છે કે, તેમનું આ નિવેદન છેલ્લા તબક્કામાં પણ મુસ્લિમ મતોનું વિભાજન ન થાય તેને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. 

બહારથી સમર્થન આપવાની કહી હતી વાત

મમતાએ તાજેતરમાં I.N.D.I.A. ગઠબંધનને બહારથી સમર્થન આપવાની વાત કરી હતી. મમતાએ કહ્યું હતું કે, જો સત્તામાં I.N.D.I.A. ગઠબંધન સરકાર  આવશે તો હું તેમને બહારથી સમર્થન આપીશ.

બંગાળના સીએમએ કહ્યું હતું કે, આખો દેશ સમજી ગયો છે કે ભાજપ ચોરોથી ભરેલી પાર્ટી છે. અમે (TMC) કેન્દ્રમાં સરકાર બનાવવા માટે I.N.D.I.A. ગઠબંધનને બહારથી સમર્થન આપીશું. અમે અમારો ટેકો આપીશું જેથી બંગાળમાં અમારી માતાઓ અને બહેનોને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને જેઓ 100 દિવસની નોકરી યોજનામાં કામ કરે છે તેમને પણ સમસ્યાનો સામનો ન કરવો પડે.

અધીર રંજને સાધ્યું હતું નિશાન

મમતા બેનર્જીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા અધીર રંજને કહ્યું હતું કે, તેમને તેમના ખુદ પર વિશ્વાસ નથી અને તેમણે કહ્યું કે તેઓ ગઠબંધન છોડીને ભાજપમાં પણ સામેલ થઈ શકે છે. 



Google NewsGoogle News