Get The App

લોકસભા ચૂંટણીની વચ્ચે મમતા બેનર્જીએ હિન્દુ સંત સાથે કેમ લીધો પંગો? રાજકારણ ગરમાયું

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણીની વચ્ચે મમતા બેનર્જીએ હિન્દુ સંત સાથે કેમ લીધો પંગો? રાજકારણ ગરમાયું 1 - image


Lok Sabha Elections 2024: Lok Sabha Elections 2024:Lok Sabha Elections 2024: સભા ચૂંટણીમાં ખરાખરીનો ખેલ છે. એક તરફ મમતા બેનર્જી ફરી 30થી વધુ સીટો જીતવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ 35 પ્લસનો ટાર્ગેટ રાખ્યો છે.

શું છે આ સમગ્ર મામલો?

મમતા બેનર્જીએ હાલમાં એક હિન્દુ સંત પર નિશાન સાધ્યું છે. થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારત સેવાશ્રમ સંઘના સચિવ કાર્તિક મહારાજ વિશે કંઈક એવું કહ્યું હતું જેના કારણે રાજકારણ ગરમાયું છે.

હુગલીમાં એક જનસભાને સંબોધતી વખતે મમતા બેનર્જીએ કહ્યું હતું કે, 'બહેરામપુરના એક મહારાજ વિષે મેં ઘણું સાંભળ્યું છે. કાર્તિક મહારાજ દરેક જગ્યાએ કહી રહ્યા છે કે તેઓ તેના બૂથ પર ટીએમસીના કોઈ પણ એજન્ટને આવવા નહિ દે. હું તેમને સંત માનતી નથી. તેઓ રાજકારણમાં સીધા અને સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયા છે અને આ દેશને બરબાદ કરી રહ્યા છે. હું ભારત સેવાશ્રમ સંઘનું ખૂબ જ સન્માન કરતી હતી. પરંતુ હવે હું જોઉં છું કે રામકૃષ્ણ મિશન અને ભારત સેવાશ્રમ સંઘના ઘણા કાર્યકરો ભાજપના પ્રભાવ હેઠળ કામ કરી રહ્યા છે. જે મંદિરોની સેવા કરી રહ્યા છે તે ખૂબ જ સારું કામ છે, પરંતુ એવું નથી. દરેક એવા નથી.'

પીએમ મોદીએ ઉઠાવ્યો આ મુદ્દા 

મમતા બેનર્જીના એક હિંદુ સંત વિશે આવા નિવેદન પર પીએમ મોદીએ જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે, 'સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત રામકૃષ્ણ મિશનને આજે મમતા બેનર્જીની પાર્ટી દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. કોઈપણ ધર્મ અને ધાર્મિક સંસ્થાઓનું સન્માન ન કરતી સરકારને પાઠ ભણાવવો જરૂરી છે.'

મામલો ગરમાતા મમતાએ કરી સ્પષ્ટતા

જ્યારે આ વિવાદ વધી ગયો, ત્યારે મમતા બેનર્જીએ ફરીથી કહ્યું કે, 'મેં કોઈ સંતનું અપમાન કર્યું નથી પરંતુ મને એવી માહિતી મળી હતી કે કાર્તિક મહારાજ ભાજપ માટે કામ કરી રહ્યા છે અને તેઓ ટીએમસીના એજન્ટને બૂથ પર આવવાની મંજૂરી આપતા નથી. જો તેમને ભાજપમાં જોડાવામાં આટલો જ રસ હોય તો તેમણે કમલને ખુલ્લા દિલથી સ્વીકારી લેવું જોઈએ.'

આ વિવાદ પર કાર્તિક મહારાજે શું કહ્યું?

સમગ્ર વિવાદ પર કાર્તિક મહારાજે સ્પષ્ટ કર્યું હતું કે, 'રાજકારણ સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તેમને સમયાંતરે ભાજપ અને ટીએમસી તરફથી ચૂંટણી લડવાની ઑફર મળી છે, પરંતુ તેમણે ક્યારેય તેનો સ્વીકાર કર્યો નથી.'

લોકસભા ચૂંટણીની વચ્ચે મમતા બેનર્જીએ હિન્દુ સંત સાથે કેમ લીધો પંગો? રાજકારણ ગરમાયું 2 - image


Google NewsGoogle News