Get The App

ભારતીય ટીમની પ્રેક્ટિસ જર્સી પર લાગ્યો રાજકારણનો રંગ, મમતા બેનર્જીએ ભાજપ પર કર્યો પ્રહાર

દરેક વસ્તુને ભગવા રંગમાં રંગવામાં આવી રહી છે : મમતા બેનર્જી

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
ભારતીય ટીમની પ્રેક્ટિસ જર્સી પર લાગ્યો રાજકારણનો રંગ, મમતા બેનર્જીએ ભાજપ પર કર્યો પ્રહાર 1 - image


Mamata Banerjee On BJP : આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજવાની છે. આ પહેલા ભારતીય ટીમની જર્સી પર રાજનીતિ શરુ થઇ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારતીય ટીમની જર્સીને લઈને સવાલો ઉઠાવ્યા છે. મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવતા કહ્યું કે, દરેક વસ્તુને ભગવા રંગમાં રંગવામાં આવી રહી છે. આ નિવેદન પર ભાજપે પલટવાર કરતા કહ્યું કે મમતાએ આખા કોલકાતાને વાદળી અને સફેદ રંગમાં રંગી દીધું છે.

મમતાએ શું કહ્યું...

કોલકાતાના એક કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે, હવે બધું ભગવા કલરનું થઇ રહ્યું છે! અમને આપણા ભારતીય ખેલાડી ઉપર ગર્વ છે અને  મને વિશ્વાસ છે કે તેઓ વર્લ્ડ કપ જીતશે. પરંતુ પહેલા પ્રેક્ટિસ ખેલાડીઓ બ્લુ કલરની જર્સી પહેરતા જે હવે ભગવા કલરની થઇ ગઈ છે. મેટ્રો સ્ટેશનોને પણ ભગવા રંગે રંગવામાં આવી રહ્યા છે. આ સિવાય દરેક વસ્તુઓના નામ પણ નમો રાખવામાં આવી રહ્યા છે. આ અસ્વીકારીય વસ્તુ છે.    

મમતા પર ભાજપનો પલટવાર 

આ નિવેદન પછી ભાજપની પ્રતિક્રિયા સામે આવી હતી. બીજેપી નેતા શિશિર બજોરિયાએ કહ્યું, 'અમે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની સારી બાબતોને આવકારીએ છીએ. જ્યારે તેઓ કહી રહ્યા છે કે ભારતીય ટીમનું ભગવાકારણ થઇ રહ્યું છે કારણ કે તેઓ પ્રેક્ટિસ દરમિયાન કેસરી કલરની જર્સી પહેરે છે,તો હું પૂછવા માંગીશ કે ત્રિરંગા વિશે શું જ્યાં કેસરી કલર ટોચ પર છે? આ ઉપરાંત તેમણે કહ્યું કે, સૂર્યના પ્રથમ કિરણનો રંગ કેવો હોય છે? આ રીતે તેમણે મમતા પર પલટવાર કર્યો હતો.


Google NewsGoogle News