INDIA બેઠક : રાહુલ ગાંધીની આ વાત પર ભડકી ઉઠ્યા મમતા બેનર્જી... કોંગ્રેસ સામે ઉઠાવ્યા સવાલ
મુંબઈમાં યોજાયેલી INDIAની બેઠક બાદ રાહુલ ગાંધીએ ઉઠાવ્યો અદાણીનો મુદ્દો
મમતાએ કહ્યું, રાહુલે INDIAના ઘટક પક્ષો સાથે ચર્ચા વગર મુદ્દો ઉઠાવ્યો, તે અયોગ્ય
મુંબઈ, તા.01 સપ્ટેમ્બર-2023, શુક્રવાર
મુંબઈમાં આજે INDIA ગઠબંધનની બે દિવસીય બેઠક સમાપ્ત થઈ ગઈ છે... બેઠકમાં તમામ વિપક્ષી દળોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ મમતા બેનર્જી રાહુલ ગાંધીથી નારાજ જોવા મળ્યા... વાસ્તવમાં રાહુલ ગાંધીએ બેઠક બાદ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો, જે અંગે મમતાએ કહ્યું, આ મુદ્દાને અચાનક જ ઉભો કરી દેવાયો... રાહુલે આ મુદ્દે ચર્ચા કર્યા પહેલા વિપક્ષી ગઠબંધન INDIAના ઘટક પક્ષો સાથે ચર્ચા પણ ન કરી... શું આ યોગ્ય છે અને વ્યુહાત્મક ચાલ છે ? ઉપરાંત મમતા એ વાતથી પણ નારાજ છે કે, પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષો સાથે ગઠબંધનને લઈને પણ કોંગ્રેસ અનિચ્છુક છે...
2 ઓક્ટોબરે INDIA મોટો કાર્યક્રમ યોજવાની તૈયારીમાં
બીજીતરફ બીજી ઓક્ટોબરે ગાંધી જ્યંતિ પ્રસંગે ઈન્ડિયા ગઠબંધન મોટા કાર્યક્રમનું આયોજન કરી શકે છે. મુંબઈની બેઠકમાં 2 ઓક્ટોબરે મોટો કાર્યક્રમ યોજવાની ચર્ચા થઈ છે...
રાહુલ ગાંધીએ અદાણી ગ્રુપનો ઉલ્લેખ કરી સરકારને ઘેરી
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન અને એક વિશેષ બિઝનેસમેન વચ્ચે સાંઠગાંઠ હોવાનું તમામ લોકોની સામે છે... તેમણે કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધન ભાજપ અને વડાપ્રધાનના ‘ભ્રષ્ટાચાર’ને ‘પ્રદર્શન અને સાબિત’ કરશે... મુંબઈ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ અદાણી ગ્રુપ મામલે છપાયેલ મીડિયા રિપોર્ટનો ઉલ્લેખ કરી સરકારને ઘેરી હતી... રાહુલ ગાંધીએ પૂછ્યું કે, દેશની બહાર મોકલવામાં આવી રહેલા નાણાં આખરે કોના છે... રાહુલે કહ્યું કે, જી20ની બેઠકનો સમય છે, વિવિધ દેશોના નેતાઓ આવી રહ્યા છે...
રાહુલે વિનોદ અદાણી અને 2 પાર્ટનર્સનો પણ કર્યો ઉલ્લેખ
રાહુલે કહ્યું કે, ભારતમાંથી 1 બિલિયન ડોલર અદાણી કંપનીના નેટવર્ક દ્વારા વિવિધ દેશોમાં ગયા અને પરત આવ્યા... જેના કારણે શેર પ્રાઈઝ પર અસર પડી... આ નાણાંથી ભારતનું ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર એરપોર્ટ, પોર્ટ ખરીદી રહ્યા છે... સમાચાર પત્રોએ કહ્યું કે, તેમની પાસે તેના પુરાવા છે. રાહુલે પૂછ્યું કે, આ નાણાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તે કોના છે... આ અદાણીના છે કે કોઈ અન્યના છે... આ કામ કરવા પાછળ માસ્ટરમાઈન્ડ વિનોદ અદાણી છે... તેની સાથે 2 પાર્ટનર્સ છે... નાસિર અલી સબાન અલી અને એક ચાઈનીઝ ચૈંગ ચોંગ લિંગ છે...