બંગાળ હિંસા મુદ્દે CM મમતાની PM મોદીને ખુલ્લી ધમકી, કહ્યું- ‘જો તમારામાં હિંમત હોય તો...’
Mamata Banerjee on Bengal Bandh : પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા બંધનું એલાન વચ્ચે બંગાળ હિંસા મુદ્દે CM મમતાની PM મોદીને ખુલ્લી ધમકી આપી હતી, ત્યારે આજે (28 ઑગસ્ટે) બંધ વખતે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન મોદી પર નિશાનો તાકીને બંગાળમાં હિંસાનો આરોપ ભાજપ પર ઢોળ્યો હતો. મમતાએ મોદી પર આરોપી લગાવતા કહ્યું કે, 'મોદી પંશ્ચિમ બંગાળમાં આગ લગાવી રહ્યાં છે, જો તેમણે બંગાળમાં આવું કરશે તો મણિપુરમાં પણ આવું જ થશે.'
આ પણ વાંચો : VIDEO: યુપીમાં વરુના હુમલામાં નવ મોત બાદ યોગી સરકાર એક્શનમાં, 200 કર્મચારીનું ‘ઓપરેશન ભેડિયા’
ભાજપના બંધના એલાન વખતે મમતાના મોદી સરકાર પર પ્રહાર
બંગાળ હવે હિંસાની આગમાં સળગી રહ્યું છે. કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં કાયદો અને વ્યવસ્થાની બેદરકારીને લઈને ભાજપ દ્વારા મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. જેના કારણે બંગાળ ભાજપના નેતાઓ વિરોધ કરી રહ્યા છે. બંગાળ તૃણમૂલ કોંગ્રેસની વિદ્યાર્થી શાખા તૃણમૂલ વિદ્યાર્થી પરિષદના 27માં સ્થાપના દિવસે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, 'મહિલા ટ્રેઈની ડૉક્ટરને ન્યાય અપાવવા માટે કોલકાતામાં છેલ્લા ઘણા દિવસોથી વિશાળ પ્રદર્શન થઈ રહ્યાં છે.' ભાજપે ગઈકાલે (28 ઑગસ્ટે) વિદ્યાર્થીઓના વિરોધમાં કરાયેલી કાર્યવાહીને લઈને આજે બંધનું એલાન આપ્યું છે. તેના પર મુખ્યમંત્રી બેનર્જીએ કહ્યું કે, 'ભાજપને ન્યાય નથી જોઈતો, તેમણે માત્ર બંગાળને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.'
મોદી બાબુ, શું તમે બંગાળમાં આગ ભડકાવવાની કોશિશ કરી રહ્યાં છો
આ દરમિયાન બંગાળના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર પર હિંસાનો આરોપ લગાવતા કહ્યું છે કે, 'જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં હિંમત હોય તો તેઓ બળાત્કાર વિરુદ્ધ કાયદો લાવે. વડાપ્રધાન મોદી અને ભાજપ જેટલું પણ ફંડિંગ કરી લે પણ, મારી વિરુદ્ધ કંઈ થશે નહીં. અમુક લોકો વિચારી રહ્યાં છે આ બાંગ્લાદેશ છે. મને બાંગ્લાદેશ આ માટે પંસદ છે કે, અહીં અને ત્યાંની સંસ્કૃતિ એક છે, પરંતુ યાદ રાખજો એ એક અલગ દેશ છે. મોદી બાબુ, શું તમે બંગાળમાં આગ ભડકાવવાની કોશિશ કરી રહ્યાં છો. જો બંગાળમાં આગ લાગશે તો આસામ અને નોર્થ ઈસ્ટમાં પણ આગ લાગશે, તમારી ખુરશી હલી જશે.'
અમે એવો કાયદો લાવીશું કે 10 દિવસમાં કેસ પૂરો થઈ જશે
મમતાએ કહ્યું કે, 'અમે એવો કાયદો લાવીશું કે 10 દિવસમાં કેસ પૂરો થઈ જશે.' દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાને ન્યાય અપાવવાની વાત કરતાં બેનર્જીએ કહ્યું કે, 'આવતા અઠવાડિયામાં અમે વિધાનસભા સત્ર બોલાવીશું, જેમાં અમે પશ્ચિમ બંગાળમાં દુષ્કર્મ પીડિતાને ન્યાય અપાવવાને લઈને નવો કાયદો લાવીશું, જેમાં માત્ર 10 દિવસમાં કેસ પૂરો થઈ જશે. આ પ્રસ્તાવને મંજૂરી માટે રાજ્યાપાલ પાસે મોકલવામાં આવશે. જો રાજ્યપાલ પાસ નહીં કરે તો રાજભવન સામે વિરોધ પ્રદર્શન પણ કરીશું.'
ભાજપને ન્યાય નથી જોઈતો
ભાજપ દ્વારા આજે બોલાવવામાં આવેલા 12 કલાકના 'બંગાળ બંધ' વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, 'અમે આ દિવસ ડોક્ટરોને સમર્પિત કર્યો છે. અમને આ મામલે ન્યાય જોઈએ છે પરંતુ ભાજપે આજે બંધનું એલાન આપ્યું છે. તેઓ ન્યાય ઈચ્છતા નથી પરંતુ બંગાળને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મમતાએ કહ્યું, 'અમે આ દિવસ એવા લોકોને સમર્પિત કરીએ છીએ જેમણે ત્રાસ સહન કર્યો છે અને મોટું નુકસાન સહન કર્યું છે.
ED, CBI બધા કેન્દ્ર સરકારના દાસ : મમતા
બેનર્જીએ દેશની એજન્સીઓને કેન્દ્ર સરકારની દાસ ગણાવી છે. તેમણે કહ્યું કે, 'ED, CBI બધા દાસ છે. આવી કેન્દ્ર સરકાર મેં ક્યારેય જોઈ નથી. ઉત્તર પૂર્વની દીકરીઓ હજુ પણ ન્યાયની રાહ જોઈ રહી છે. આસામમાં તેમને એન્કાઉન્ટર કરીને મારી નાખવામાં આવ્યાં છે. મણિપુર હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યું છે.'