બ્લાસ્ટમાં બે હાથ ગુમાવ્યા પછી પણ PHD કરી, માલવિકા પાસે PMના ટ્વીટરની કમાન
નવી દિલ્હી, તા. 8. માર્ચ 2020 રવિવાર
પીએમ મોદીનુ ટ્વિટર હેન્ડલ આજે સાત મહિલાઓ ઓપરેટ કરી રહી છે. આ પૈકીની એક મહિલા માલવિકા ઐયર પણ છે.
માલવિકાએ પણ પીએમના એકાઉન્ટ પરથી પોતાની દાસ્તાન શેર કરી હતી.માલવિકાએ કહ્યુ હતુ કે 13 વર્ષની હતી ત્યારે બીકાનેરમાં થયેલા બ્લાસ્ટમાં મેં મારા બે હાથ ગુમાવી દીધા હતા. પગ પર પણ ગંભીર ઈજા થઈ હતી પણ મેં હિંમત હારી નહોતી.આજે માલવિકા દિવ્યાંગ લોકો માટે જાગૃતિ ફેલાવવાનુ કામ કરી રહી છે.
માલવિકાએ કહ્યુ હતુ કે, આ સ્થિતિમાં પણ મેં મારી પીએચડીનો અભ્યાસ પુરો કર્યો હતો. કોઈ પણ વસ્તુને છોડી દેવાનો વિકલ્પ યોગ્ય નથી. મર્યાદાઓને ભુલી જઈને વિશ્વાસ તથા આશા સાથે દુનિયામાં પગલા ભરો.
મારૂ માનવુ છે કે, પરિવર્તન લાવવા માટે શિક્ષણ બહુ જ જરૂરી છે. મહિલાઓ સાથે ભેદભાવ પૂર્ણ વલણ દુર કરવા માટે યુવાઓને સંવેદનશીલ બનાવવા પડશે. દિવ્યાંગોને કમજોર સમજવાની જગ્યાએ તેમને રોલ મોડેલ તરીકે જોવા પડશે.
તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદીએ મહિલા દિવસે મને મારા વિચારો શેર કરવા માટે પસંદ કરી છે તેનાથી મને વિશ્વાસ થઈ રહ્યો છે કે, દિવ્યાંગતના મામલામાં જે પણ અંધવિશ્વાસ ફેલાયેલા છે તેને દુર કરવા માટે ભારત યોગ્ય રસ્તા પર છે.
I survived a gruesome bomb blast at the age of 13 that blew off my hands and severely damaged my legs. Yet, I worked and went on to get my PhD.
— Narendra Modi (@narendramodi) March 8, 2020
Giving up is never an option. Forget your limitations and take on the world with confidence and hope - @MalvikaIyer #SheInspiresUs