Get The App

અગ્નિપથ યોજનાથી 2 લાખ યુવાનોના સપના તૂટ્યા, મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રપતિને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી

- હતાશા અને નિરાશાને કારણે ઘણા યુવાનોએ આત્મહત્યા પણ કરી લીધી છે: મલ્લિકાર્જુન ખડગે

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
અગ્નિપથ યોજનાથી 2 લાખ યુવાનોના સપના તૂટ્યા, મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રપતિને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી 1 - image


Image Source: Twitter

Mallikarjun Kharge on Agniveer : કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી પહેલા અગ્નિપથ યોજનાનો મુદ્દો ચગાવ્યો છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે, જો તેઓ સત્તામાં આવશે તો અગ્નિપથ યોજનાને બંધ કરીને સેનામાં જૂની ભરતી પ્રક્રિયા લઈને આવશે. તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને આ યોજનાને લઈને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રાષ્ટ્રપતિને સેનામાં નિયમિત સેવા માટે પસંદગી પામ્યા હોવા છતાં ભરતી કરવામાં ન આવી હોય તેવા લગભગ બે લાખ યુવાનો સાથે ન્યાય કરવા વિનંતી કરી છે. તેમણે દાવો કર્યો છે કે, સરકાર તેમની ભરતી બંધ કરીને અગ્નિપથ યોજના લઈને આવી જેના કારણે આ યુવાનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખડગેએ પત્રમાં લખ્યું કે, તાજેતરમાં જ મેં આ યુવાનો સાથે મુલાકાત કરી. તેમણે મને જણાવ્યું કે, 2019 અને 2022ની વચ્ચે લગભગ 2 લાખ ઉમેદવારોને જાણ કરવામાં આવી હતી કે તેઓ ત્રણ સશસ્ત્ર સેવાઓ - આર્મી, નેવી અને એર ફોર્સમાં પસંદગી પામ્યા છે. આ યુવાનોએ સખત માનસિક અને શારીરિક કસોટીઓ તથા લેખિત પરીક્ષા પાસ કરવા માટે તમામ અવરોધો છતાં સંઘર્ષ કર્યો હતો.

'યુવાનોના સપના તૂટ્યા'

તેમણે કહ્યું કે, '31 મે 2022 સુધી તેમને વિશ્વાસ હતો કે, તેમણે પોતાના સપના પૂરા કરી લીધા છે અને તેઓ માત્ર પોતાના નિમણૂક પત્રની જ રાહ જોઈ રહ્યા હતા. તે દિવસે ભારત સરકારે આ ભરતી પ્રક્રિયાને સમાપ્ત કરી દીધી અને તેના સ્થાન પર અગ્નિપથ યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો તેનાથી તેમના સપના તૂટી ગયા.'


Google NewsGoogle News