'BJP વિપક્ષને ડરાવી રહી છે, એક દિવસ તેને પણ ભોગવવું પડશે', EDની કાર્યવાહી પર ખડગેની ચેતવણી

રાજસ્થાનમાં ઈડીના તાજેતરના દરોડા અંગે વિવાદ વધી ગયો

ખડગેએ કહ્યુંં- ભાજપ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને ડરાવવા માગે છે

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
'BJP વિપક્ષને ડરાવી રહી છે, એક દિવસ તેને પણ ભોગવવું પડશે', EDની કાર્યવાહી પર ખડગેની ચેતવણી 1 - image


Congress President Attack On Central Government | દેશના 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમ અને રાજસ્થાનમાં (Election 2023) આ મામલે રાજકારણ ગરમાયું છે. દરમિયાન રાજસ્થાનમાં ઈડીના તાજેતરના દરોડા અંગે વિવાદ વધી ગયો છે. વિપક્ષી દળો પહેલાંથી જ મોદી સરકાર કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવે છે. હવે તાજેતરની કાર્યવાહીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે (Mallikarjun Kharge statement on ED Raid) ભાજપ પર ભડક્યાં છે. 

ભાજપે ભોગવવું પડશે : ખડગે  

તેમણે કહ્યું કે કોંગ્રેસ આ દરોડાની ડરવાની નથી અને ભાજપ યાદ રાખે કે એક દિવસ તેણે પણ ભોગવવાનો વારો આવશે. ખડગેએ કહ્યું કે ભાજપ ગેહલોતની ચૂંટણીને બરબાદ કરી નાખવા માગે છે અને કોંગ્રેસના કાર્યકરો તથા નેતાઓને ભયભીત કરવા માગે છે. તે હંમેશા આવું કરે છે પણ અમે તેનાથી ડરવાના નથી અને મજબૂત રીતે તેમનો સામનો કરીશું. તેઓ જે કંઈ કરી રહ્યા છે તે યોગ્ય નથી. 

અમે 50 વર્ષોથી રાજનીતિ કરી પણ... 

દરમિયાન ખડગેએ મોટું નિવેદન આપતાં કહ્યું કે અમે 50 વર્ષથી રાજકારણ કરી રહ્યા છીએ પણ ચૂંટણી દરમિયાન ક્યારેય ઈડી, સીબીઆઈના દરોડાની કાર્યવાહી થઈ નથી પણ આજે થઈ રહી છે કેમ કે તે સીએમથી ડરી ગયા છે પણ એક દિવસે તેમણે આ બધું સહન કરવું પડશે. 

ગેહલોતે મૂક્યો હતો ગુંડાગર્દીનો આરોપ 

અગાઉ શુક્રવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) પણ ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર સામે આરોપ મૂક્યો હતો કે ભાજપ ગુંડાગર્દી કરે છે.  કેન્દ્ર સરકારે તપાસ એજન્સીઓના માધ્યમથી આતંકનો માહોલ ફેલાવ્યો છે. ગેહલોતે કહ્યું હતું કે દેશની સ્થિતિ ચિંતાજનક છે, ભાજપે લોકતંત્રમાં તેની નીતિઓ, વ્યવહાર અને સિદ્ધાંતોના માધ્યમથી લોકોના દિલ જીતવા પ્રયાસ કરવા જોઈએ પણ તે ગુંડાગર્દીનો સહારો લઈ રહ્યો છે. 

'BJP વિપક્ષને ડરાવી રહી છે, એક દિવસ તેને પણ ભોગવવું પડશે', EDની કાર્યવાહી પર ખડગેની ચેતવણી 2 - image


Google NewsGoogle News