Get The App

અટલ અને અડવાણી પણ બે બેઠક પરથી લડ્યા: ખડગેનો PM મોદીને જવાબ, કહ્યું- સમજી વિચારીને નથી બોલતાં

Updated: May 4th, 2024


Google NewsGoogle News
અટલ અને અડવાણી પણ બે બેઠક પરથી લડ્યા: ખડગેનો PM મોદીને જવાબ, કહ્યું- સમજી વિચારીને નથી બોલતાં 1 - image


Image Source: Twitter

Kharge Replied To PM Modi: વાયનાડ બાદ પોતાની પરંપરાગત બેઠક રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતરવા પર વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ડરો મત, ભાગો મત. વાયનાડમાં હારના ડરથી શહજાદે (રાહુલ ગાંધી)ને સુરક્ષિત બેઠકની તલાશ હતી. હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, ભાજપના આઈકોન લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીએ પણ બે બેઠકો પર ચૂંટણી લડી હતી. 

નરેન્દ્ર મોદીએ પણ બે બેઠક પર ચૂંટણી લડી હતી

રાહુલ ગાંધીએ શુક્રવારે રાયબરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત તે પોતાની લોકસભા બેઠક વાયનાડથી પણ ઉમેદવાર છે, જ્યાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 2014માં નરેન્દ્ર મોદીએ પણ બે બેઠક પર ચૂંટણી લડી હતી. વારાણસીની સાથે જ તેઓ વડોદરા બેઠક પર પણ લડ્યા હતા અને બાદમાં તેમણે વડોદરા બેઠક છોડી દીધી હતી. ખડગેએ કહ્યું કે, પીએમ મોદી સમજી વિચારીને નથી બોલતાં. વડાપ્રધાન ડરી ગયા છે. 

વડાપ્રધાન સમજી વિચારીને નથી બોલતાં

ખડગેએ આગળ કહ્યું કે, વડાપ્રધાન પોતાની ગરિમાનું પણ ધ્યાન નથી રાખતા અને સમજી વિચારીને નથી બોલતાં. તેમને જવાબ આપવાનો કોઈ અર્થ નથી. તેમણે પૂછ્યું કે શું લાલકૃષ્ણ અડવાણીએ બે બેઠકો પરથી ઉમેદવારી નહોતી નોંધાવી? શું અટલ બિહારી વાજપેયી બે બેઠકો પરથી ચૂંટણી નહોતા લડ્યા? કોંગ્રેસ નેતાએ કહ્યું કે, તેઓ પોતે વારાણસીથી ભાગી જશે. શુક્રવારે પશ્ચિમ બંગાળમાં રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીને વાયનાડમાં હારની ખબર પડી ગઈ છે તેથી તેઓ પોતાના માટે સુરક્ષિત બેઠક તલાશી રહ્યા છે.

રાહુલ ગાંધી સુરક્ષિત બેઠક શોધી રહ્યા છે

પીએમ મોદીએ કહ્યું કે, ડરો મત, ભાગો મત. મેં પહેલા જ કહ્યું હતું કે રાહુલ ગાંધી કોઈ સુરક્ષિત બેઠક શોધી રહ્યા છે. તેમને અમેઠીમાં હારનો ડર હતો. હવે તેઓ રાયબરેલી પહોંચી ગયા છે. આ એવા લોકો છે જે કહેતા રહે છે કે, ડરશો નહીં. હવે તેમને કહેવાનો સમય આવી ગયો છે કે અરે ડરો મત, ભાગો મત. રાહુલ ગાંધી અમેઠીથી 15 વર્ષ સાંસદ હતા. 2019માં તેમને સ્મૃતિ ઈરાની સામે 55000 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે અમેઠી બેઠક પરથી ગાંધી પરિવારના વફાદાર કિશોરી લાલ શર્માને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે રાયબરેલીમાં રાહુલ ગાંધીનો મુકાબલો ભાજપના દિનેશ પ્રતાપ સિંહ સાથે છે.


Google NewsGoogle News