'ન્યાય કા હક મિલને તક' સૂત્ર સાથે 'ભારત જોડો ન્યાય યાત્રા'નો લોગો લોન્ચ, 14મી તારીખે શરુ થશે
રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી શરુ થશે
Bharat Jodo Nyay Yatra slogan released : રાહુલ ગાંધીના નેતૃત્વમાં થનારી ભારત જોડો ન્યાય યાત્રા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે દિલ્હી ખાતે 'ન્યાય કા હક મિલને તક' સૂત્ર સાથે યાત્રાનો લોગો લોન્ચ કર્યો હતો. આ યાત્રા મણિપુરથી શરુ થશે.
કોગ્રેસ અધ્યક્ષે યાત્રાનો લોગો કર્યો લોન્ચ
દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે અને તેને આડે બહુ ઓછો સમય બાકી છે ત્યારે ચૂંટણી પહેલા તમામ પાર્ટીઓ પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં 14મી જાન્યુઆરીએ ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી શરુ થશે. ત્યારે આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં AICC મુખ્યાલયમાં 'ન્યાય કા હક મિલને તક' સૂત્ર સાથે 'ભારત જોડો ન્યાય યાત્રા'નો લોગો લોન્ચ કર્યો હતો.
આ તારીખે શરુ થશે ભારત જોડો ન્યાય યાત્રા
આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના જણાવ્યા અનુસાર આ યાત્રા 14મી જાન્યુઆરીથી શરુ થશે જે 15 રાજ્યોના 110 જિલ્લાઓમાં પસાર થશે અને 110 લોકસભા બેઠકો અને 337 વિધાનસભાની બેઠકોને આવરી લેશે. આ યાત્રા મણિપૂરથી શરુ થઈને મુંબઈમાં સમાપ્ત થશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ યાત્રા દેશના મૂળભૂત સામાજિક, રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે તેમજ આ યાત્રા દેશવાસીઓને આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય અપાવવાની દિશામાં એક મજબૂત પગલું છે.