Get The App

'તમારું અંગ્રેજી સારું છે પણ કર્મો નહીં..', બંધારણ મુદ્દે ચર્ચા વચ્ચે રાજ્યસભામાં ખડગેનો નિર્મલા પર કટાક્ષ

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
'તમારું અંગ્રેજી સારું છે પણ કર્મો નહીં..', બંધારણ મુદ્દે ચર્ચા વચ્ચે રાજ્યસભામાં ખડગેનો નિર્મલા પર કટાક્ષ 1 - image


Mallikarjun Kharge on Nirmala Sitharaman: પીએમ મોદીએ લોકસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. આજે પણ રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા થઈ રહી છે. સીતારમણ અને ખડગે વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું. બંધારણ પરની ચર્ચા દરમિયાન પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર હુમલો કરવા બદલ નિર્મલા સીતારમણને આડે હાથ લેતાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, મારે તેમને જણાવવું પડશે કે મને પણ વાંચતા આવડે છે. મેં મ્યુનિસિપાલિટી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. નિર્મલા સીતારમણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેમની અંગ્રેજી સારી છે, તેમની હિન્દી સારી હશે એ નિશ્ચિત છે, પણ તેમના કર્મો સારા નથી. 

તમારી અંગ્રેજી સારી છે પણ કર્મો નહીં

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં કહ્યું કે, 'હવે અમારે તેમને કહેવું પડશે કે, અમને પણ થોડું-ઘણું વાંચતા આવડે છે. અમે તો મ્યુનિસિપાલિટી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેમણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. ચોક્કસપણે તેમની અંગ્રેજી સારી હશે, તેમની હિન્દી પણ સારી હોય શકે છે. બધું સારું હોઈ શકે, પરંતુ તેમના કર્મો સારા નથી. ખડગેએ અહેમદ ફરાઝની શાયરી 'તુમ ખંજર ક્યોં લહરાતે હો.....'થી સરકાર પર કટાક્ષ કર્યો હતો. 

રામલીલા મેદાનમાં સળગાવ્યા હતા પૂતળા

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, 'જે લોકો રાષ્ટ્રધ્વજને નફરત કરે છે, જે આપણા 'અશોક ચક્ર'ને નફરત કરે છે, જે બંધારણને નફરત કરે છે. આવા લોકો અમને શીખવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું હતું ત્યારે આ લોકોએ તેને સળગાવી દીધું હતું. જે દિવસે બંધારણ અપનાવવામાં આવ્યું તે દિવસે તેમણે રામલીલા મેદાન(દિલ્હી)માં બાબાસાહેબ આંબેડકર, જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધીના પૂતળા સળગાવ્યા હતા.

આ પણ વાંચો: સંસદમાં જતાં પ્રિયંકા ગાંધીના બેગની ભારે ચર્ચા, સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 1949માં RSSના નેતાઓએ ભારતના બંધારણનો વિરોધ કર્યો હતો કારણ કે, તે મનુસ્મૃતિ પર આધારિત નહોતું. તેમણે ન તો બંધારણ સ્વીકાર્યું કે ન તો તિરંગાનો સ્વીકાર કર્યો. 26 જાન્યુઆરી 2002ના રોજ મજબૂરીમાં RSS મુખ્યાલયમાં પ્રથમ વખત તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. કારણ કે આ માટે કોર્ટનો આદેશ હતો. મલ્લિકાર્જુન ખડગેએ ઇન્દિરા ગાંધીની સરકારના સમયમાં બાંગ્લાદેશની આઝાદીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે એક લાખ લોકોને કેદ કરવા સરળ કામ નથી. પરંતુ આયર્ન લેડી ઇન્દિરા ગાંધીએ કહી દીધું હતું કે અમારી નજીક આવ્યા તો છોડીશું નહીં. 

નાણામંત્રીએ કોંગ્રેસને અનેક મુદ્દે ઘેરી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, લોકતંત્ર જે રીતે આગળ વધી રહ્યું છે તે ગર્વની વાત છે. તેમણે પ્રથમ વચગાળાની સરકારથી જ બંધારણની જોગવાઈઓ કાતર ચલાવવાથી લઈને પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની સરકારની અભિવ્યક્તિની આઝાદી પર કાતર ચલાવવા અને બંધારણ સભાના સદસ્ય કામેશ્વર સિંહનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને ઘેરી હતી. નાણામંત્રીએ પંડિત નેહરુ વિરુદ્ધ કવિતા લખવા બદલ મજરૂહ સુલતાનપુરીની ધરપકડ અને બલરાજ સાહનીની ધરપકડનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે, આપણે વાયદાઓથી ભારતને આગળ વધારવાની જરૂર છે. છેલ્લા 75 વર્ષની યાત્રાનો ઉલ્લેખ કરતાં બંધારણને કોંગ્રેસને ઘેર્યું અને કિસ્સા કુર્સી કા ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનો પણ ઉલ્લેખ કર્યો. 


Google NewsGoogle News