'...તો INDIA ગઠબંધન અને કોંગ્રેસનો મુખ્ય ચહેરો જ લોકસભા ચૂંટણી નહીં લડે..?' ચર્ચાનો દોર શરૂ

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
'...તો INDIA ગઠબંધન અને કોંગ્રેસનો મુખ્ય ચહેરો જ લોકસભા ચૂંટણી નહીં લડે..?' ચર્ચાનો દોર શરૂ 1 - image


Lok Sabha Elections 2024 : કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આગામી લોકસભા ચૂંટણી 2024 લડવાના નથી તેવા અનેક અહેવાલોમાં દાવા કરવામાં આવી રહ્યા છે. આ અહેવાલ બાદ રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે કે તેઓ ગુલબર્ગ સીટ પરથી પોતાના જમાઈ રાધાકૃષ્ણન દોડ્ડામણીને ઉમેદવાર બનાવી શકે છે. 

જોકે અહેવાલોની હજુ કોઈ પુષ્ટી થઇ શકી નથી 

જો કે, આ અંગે મલ્લિકાઅર્જુન ખડગે તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ આ સમાચારથી કોંગ્રેસના નેતાઓનું ટેન્શન વધી ગયું છે. વાસ્તવમાં કોંગ્રેસના નેતાઓ તેમના અધ્યક્ષ વગર ચૂંટણી લડવા માંગતા નથી.

એક સંસદીય મતવિસ્તાર સુધી સીમિત રહેવા માંગતા નથી

અહેવાલોમાં દાવો કરાયો છે કે મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી ન લડીને દેશભરમાં કોંગ્રેસ માટે પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે તેઓ માત્ર એક સંસદીય મતવિસ્તાર સુધી મર્યાદિત રહેવા માંગતા નથી. મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગે કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારમાં મંત્રી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે લોકસભા ચૂંટણી માટે પાર્ટીના નેતાઓની સામે પોતાનો દાવો રજૂ કર્યો છે.

ખડગેએ શું કહ્યું? 

જોકે આ મામલે ખડગેએ કહ્યું હતું કે એવી કોઈ વાત નથી. તેમણે એવી પણ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો હતો કે સિનિયર લીડર્સ પાર્ટી તરફથી ચૂંટણી લડવા પાછીપાની કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો કાર્યકરો કહેશો તો હું ચોક્કસ ચૂંટણી લડીશ. 

'...તો INDIA ગઠબંધન અને કોંગ્રેસનો મુખ્ય ચહેરો જ લોકસભા ચૂંટણી નહીં લડે..?' ચર્ચાનો દોર શરૂ 2 - image


Google NewsGoogle News