Get The App

ચૂંટણી પરિણામો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષે 'INDIA' ગઠબંધનની બેઠક બોલાવી, 6 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાશે

ચૂંટણીના શરુઆતના ટ્રેન્ડમાં ભાજપ ત્રણ રાજ્યોમાં બહુમત સાથે આગળ

તેલંગાણામાં કોંગ્રેસ પહેલીવાર સત્તામાં આવશે તેવું લાગી રહ્યું છે

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
ચૂંટણી પરિણામો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષે 'INDIA' ગઠબંધનની બેઠક બોલાવી, 6 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાશે 1 - image


Mallikarjun Kharge called India alliance meeting : આજે પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાંથી ચાર રાજ્યોના પરિણામ માટે મતગણતરી ચાલી રહી છે જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાના શરુઆતના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે. જેમાં ભાજપ ત્રણ રાજ્યોમાં બહુમતી સાથે આગળ છે જ્યારે તેલંગાણામાં કોંગ્રેસ પહેલીવાર સત્તામાં આવશે તેવું લાગી રહ્યું છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 'INDIA' ગઠબંધનની બેઠક બોલાવી છે.

આ તારીખે યોજાશે બેઠક

કોંગ્રેસ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ 6 ડિસેમ્બરે 'INDIA' ગઠબંધનની બેઠક બોલાવી છે. ખડગેએ અગાઉ પણ કહ્યું હતું કે 5 રાજ્યોમાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ વિપક્ષી ગઠબંધન 'INDIA' ની બેઠક બોલાવવામાં આવશે. જેમાં બેઠકોની વહેંચણી અને મહાગઠબંધનના સંયોજકના નામ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને પીએમ મોદીનો મુકાબલો કરવા કોંગ્રેસ, TMC, RJD, JDU, AAP, SP, DMK સહિત 26 વિપક્ષી પાર્ટીઓ એકસાથે આવી છે. આ વિપક્ષી પક્ષોના ગઠબંધનને 'INDIA' નામ આપવામાં આવ્યું છે. 'INDIA' ગઠબંધનની પ્રથમ બેઠક પટનામાં યોજાઈ હતી, જ્યારે બીજી બેઠક બેંગલુરુમાં અને ત્રીજી બેઠક મુંબઈમાં યોજાઈ હતી ત્યારે હવે ખડગેએ 6 ડિસેમ્બરે દિલ્હીમાં ચોથી બેઠક બોલાવી છે.

શું ચાર રાજ્યોના પરિણામો 'INDIA' ગઠબંધનનને અસર કરશે?

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે આ ચાર રાજ્યોના પરિણામોની અસર 'INDIA' ગઠબંધન પર પણ પડી શકે છે. TMC, AAP અને SP સહિતની કેટલીક પાર્ટીઓ સતત બેઠકોની વહેંચણી અંગે વહેલી તકે વાતચીતની માંગ કરી રહી છે. જો કે કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ચર્ચાની વાત કરી રહી હતી. કોંગ્રેસને આશા હતી કે જો આ રાજ્યોના પરિણામો તેની તરફેણમાં આવ્યા તો સીટ વહેંચણી અંગેની વાતચીતમાં તે સ્પષ્ટપણે પોતાની વાત રાખી શકે.

ચૂંટણી પરિણામો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષે 'INDIA' ગઠબંધનની બેઠક બોલાવી, 6 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાશે 2 - image


Google NewsGoogle News