ગરીબોને મકાન, મહિલાઓને મહિને 2 હજાર... હરિયાણા ચૂંટણી માટે કોંગ્રેસે 7 ગેરંટી જાહેર કરી
Congress Manifesto For Haryana Election 2024: હરિયાણા ચૂંટણી અંગે કોંગ્રેસે ગેરંટી પત્ર જાહેર કરી દીધો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ બુધવારે પાર્ટીને સાત ગેરંટીઓ આપી છે. હરિયાણા કોંગ્રેસના ઈન્ચાર્જ દીપક બાવરિયાએ કહ્યું કે ભાજપના શાસનમાં હરિયાણામાં અપરાધો વધી ગયા છે. મહિલાઓને સશક્ત બનાવવા અમે બે હાજર રૂપિયા આપીશું. 18 વર્ષથી 60 વર્ષની મહિલાઓને તેનો ફાયદો મળશે.
આ પણ વાંચોઃ વન નેશન વન ઈલેક્શન અંગે મોટા સમાચાર, મોદી સરકારની કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી
જાણો કયા કયા વાયદા કર્યા...
મોંઘવારીનું ભારણ ઘટાડવા માટે સિલિન્ડર પણ 500 રૂપિયા કરી આપીશું. લોકોની મુશ્કેલી ઘટાડવા માટે વૃદ્ધો, દિવ્યાંગો અને વિધવાઓને 6 હજાર રૂપિયા પેન્શન ચૂકવાશે. જ્યારે નિવૃત્ત કર્મચારીઓનું જીવન સરળ બનાવવા ઓપીએસ લાગુ કરાશે. યુવાઓને શ્રેષ્ઠ ભવિષ્ય આપીશું. 2 લાખ ખાલી પદો પર ભરતી બહાર પાડશું અને હરિયાણાને નશામુક્ત કરવાના પ્રયાસ કરીશું. આ સાથે કોંગ્રેસે આ રાજ્યમાં પણ 300 યુનિટ ફ્રી વીજળી આપવાનો વાયદો કર્યો હતો.
1. 300 યુનિટ સુધીની મફત વીજળી અને 25 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે.
2. મહિલાઓને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવશે. 500 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવશે.
3. 2 લાખ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ડ્રગ ફ્રી હરિયાણાની પહેલ કરવામાં આવશે.
4. વૃદ્ધાવસ્થા, વિકલાંગતા અને વિધવા પેન્શન પેટે રૂ. 6000 ફાળવશે. જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપિત કરવામાં આવશે.
5. જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. ક્રિમી લેયરની મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરવામાં આવશે.
6. લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કાયદેસર રીતે અમલી બનાવાશે. પાક પર તાત્કાલિક ધોરણે વળતર મળશે.
7. ગરીબો માટે આવાસ લાવશે. 100 યાર્ડનો પ્લોટ આપવામાં આવશે. રૂ. 3.5 લાખની કિંમતના બે રૂમના મકાન આપવામાં આવશે.