1 ફૂટ લાંબી અને 4 કિલો વજન ધરાવતી કેરી, મલ્લિકા એ આમ લૂપ્ત થવાના આરે
જાન્યુઆરી મહિનામાં નાના ફળ બેસવાનું શરુ થાય છે
આંબા પર લટકતી હોય ત્યારે જે એડવાન્સ બુકિંગ થાય છે.
ઉનાળામાં કેરીની અનેક વેરાયટીઓના માર્કેટમાં ભાવતાલ થાય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે 1 ફૂટ લાંબી અને 4 કિલો વજન ધરાવતી નુરજહાં નામની કેરીની જાત લૂપ્ત થતી જાય છે.એક સમય એવો પણ હતો જયારે આ કેરી આંબાના વૃક્ષ પર લટકતી હોય ત્યારે જે તેનું એડવાન્સ બુકિંગ થાય છે.
નુરજહાં કેરીને જાન્યુઆરી મહિનામાં નાના ફળ બેસવાનું શરુ થાય છે અને મે મહિના સુધીમાં પાકીને તૈયાર થઇ જાય છે. નવાઇની વાત તો એ છે કે એક નંગ કેરીની કિંમત 20 કે 25 રુપિયા નહી પરંતુ પુરા ૫૦૦ થાય છે. સરેરાશ 3 થી 4 કિલો વજન એક કેરીની ગોટલીનું વજન 250 થી 300 ગ્રામ હોય છે. નુરજહા કેરીના આંબાની ઉંચાઇ માત્ર આઠ ફૂટ જેટલી હોય છે.
ઋતુચક્રમાં થતા ફેરફાર અને વાયુ પરીવર્તનના લીધે હવે નુરજહાં ના ફળ નાના થતા જાય છે.શિયાળામાં અતિ ઠંડી અને ઉનાળામાં અતિ ગરમી તથા અનિશ્ચીત વરસાદ અને વાવાઝોડા સામે નુરજહાં જાત સંઘર્ષ કરી રહી છે. અફઘાન મૂળની ગણાતી આ કેરીની એક સમયે વિદેશમાં પણ ખૂબ નિકાસ થતી હતી.
દેશમાં આ કેરીનું વાવેતર અને ઉત્પાદન મધ્યપ્રદેશના ઇન્દોરથી 250 કિમી દૂર અલીપુરરાજ જિલ્લાના કઠીવાડા વિસ્તારમાં થાય છે.એક માહિતી મુજબ આ વિસ્તારમાં નુરજહાં કેરીના ગણ્યા ગાંઠયા આંબા જ બચ્યા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર એક સમયે એક આંબા પર 400 કેરીઓ બેસતી હતી તે ઘટીને 75 જેટલી થઇ છે.અકાળે ડાળીઓ સૂકાઇ જવાની અને અકાળે કેરી ખરી પડવાનું પ્રમાણ પણ વધતું જાય છે. સ્થાનિક લોકોનું માનવું છે કે એક સમયે એક નુરજહા કેરીનું વજન ૭ કિલો સુધી પણ જોવા મળતું હતું.