ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતાં મોટી કરુણાંતિકા, માલીમાં બ્રિજ પરથી બસ નદીમાં ખાબકી, 31 લોકોનાં મોત

બાગો નદી પર આવેલા બ્રિજને પાર કરતા સમયે અકસ્માતની ઘટના બની

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતાં મોટી કરુણાંતિકા, માલીમાં બ્રિજ પરથી બસ નદીમાં ખાબકી, 31 લોકોનાં મોત 1 - image


Road Accident in Mali : આફ્રિકન દેશ (African country) માલીમાં એક ભયાનક દુર્ઘટના બની છે જેમાં એક બસ બ્રિજ પરથી નદીમાં ખાબકતા 31 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના કેનીબા વિસ્તાર (Keniba area)માં બની હતી.

બાગો નદી પર આવેલા બ્રિજને પાર કરતા સમયે ઘટના બની

આ ઘટના અંગે માલીના પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે બાગો નદી પર આવેલા બ્રિજને પાર કરતા સમયે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટના સાંજે 5 વાગ્યે બની હતી. આ ઉપરાંત પરિવહન મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે અકસ્માત પાછળનું સંભવિત કારણ ડ્રાઈવરે બસ પરથી નિયંત્રણ ગુમાવી દીધુ હતું. ઉલ્લેખનીય છે કે માલીમાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટના બને છે. દેશના ઘણા રસ્તાઓ, હાઈવે અને વાહનોની હાલત ખરાબ છે.

અગાઉ જ બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી

અગાઉ મહિનાની શરૂઆતમાં, મધ્ય માલીમાં રાજધાની બમાકો તરફ જતી બસ એક ટ્રક સાથે અથડાતાં 15 લોકોના મોત થયા હતા જ્યારે ઘટનામાં 45થી વધુ લોકો ઘાયલ થયા હતા. બંને વાહનો વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રના 2023ના આંકડા દર્શાવે છે કે વિશ્વમાં રોડ અકસ્માતમાં થતાં મૃત્યુમાં એક ચોથાઈ આફ્રિકામાં થાય છે. 


Google NewsGoogle News