Get The App

માલદીવની મુશ્કેલી વધી, વિવાદ વચ્ચે રાજદ્વારીને ભારતના વિદેશ મંત્રાલયનું તેડું, મુઈજ્જુ સરકાર બેકફૂટ પર

3 મંત્રીઓએ કરી હતી ભારતવિરોધી ટિપ્પણી

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
માલદીવની મુશ્કેલી વધી, વિવાદ વચ્ચે રાજદ્વારીને ભારતના વિદેશ મંત્રાલયનું તેડું, મુઈજ્જુ સરકાર બેકફૂટ પર 1 - image

image : Twitter


Maldives Controversy | PM મોદી વિરુદ્ધ ટિપ્પણી અંગેના વિવાદ બાદ માલદીવની મુશ્કેલી વધી ગઈ છે. ભારતના વિદેશ મંત્રાલય તરફથી માલદીવના રાજદ્વારીને સમન્સ પાઠવીને બોલાવાયા હતા. ઉલ્લેખનીય છે કે માલદીવના ત્રણ મંત્રીઓએ પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી.  

પીએમ મોદીના લક્ષદ્વીપ પ્રવાસની કરી હતી ટીકા 

માલદીવના સાંસદોએ પીએમ મોદીના લક્ષદ્વીપ પ્રવાસની ટીકા કરી હતી અને કહ્યું હતું કે નવી દિલ્હી દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશને હવે માલદીવના વૈકલ્પિક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે તેમની ટિપ્પણી બાદ ભારતના લોકો વિફર્યા હતા અને તેમણે ધડાધડ માલદીવના પેકેજ રદ કરવાનું અભિયાન ચલાવી દીધું હતું. જેના લીધે એકાએક માલદીવમાં હડકંપ મચી ગયો હતો. 

માલદીવ સરકાર બેકફૂટ પર 

ભારતીયોના આકરા વલણથી ઘૂંટણિયે પડી ગયેલી માલદીવ સરકારના પ્રવક્તા મંત્રી ઈબ્રાહિમ ખલીલે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, માલદીવ સરકાર વિદેશી નેતાઓ અને ઉચ્ચ પદ ધરાવતા લોકો વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપમાનજનક ટીપ્પણીથી માહિતગાર છે. આ ટીપ્પણી કરનારાના નેતાઓના મત વ્યક્તિગત છે અને તે માલદિવ સરકારના વિચારોનું પ્રતિનિધિત્વ નથી કરતા. માલદીવ સરકાર માને છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકતાંત્રિક અને જવાબદાર હોવી જોઈએ. તેનાથી કોઈ પણ પ્રકારની ધૃણા, નકારાત્મક્તા ના ફેલાવી જોઈએ. સાથે જ તેનાથી માલદીવ અને તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારો વચ્ચે નજીકના સંબંધોમાં અવરોધ ઊભા થવા જોઈએ નહીં.

માલદીવની મુશ્કેલી વધી, વિવાદ વચ્ચે રાજદ્વારીને ભારતના વિદેશ મંત્રાલયનું તેડું, મુઈજ્જુ સરકાર બેકફૂટ પર 2 - image


Google NewsGoogle News