Get The App

ભારતીયો માટે ખુશખબર! થાઈલેન્ડ-શ્રીલંકા બાદ હવે આ દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી, જાણો ક્યારથી મળશે સુવિધા

વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે જાહેરાત કરી

1 ડિસેમ્બરથી 30 દિવસ સુધી રહેવા માટે ચીન અને ભારતના નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી આપશે

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
ભારતીયો માટે ખુશખબર! થાઈલેન્ડ-શ્રીલંકા બાદ હવે આ દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી, જાણો ક્યારથી મળશે સુવિધા 1 - image


Malaysia Visa-Free Entry | જો તમે પણ મલેશિયા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક ખુશખબર છે. હવે ભારતીયો માટે મલેશિયા જવું વધુ સરળ બન્યું છે. ખરેખર તો મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે જાહેરાત કરી છે કે મલેશિયા 1 ડિસેમ્બરથી 30 દિવસ સુધી રહેવા માટે ચીન અને ભારતના નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી આપશે. 

મલેશિયાના વડાપ્રધાને આપી માહિતી 

મલેશિયાના વડાપ્રધાન અનવરે રવિવારે મોડી રાતે પોતાની પીપલ્સ જસ્ટિસ પાર્ટી કોંગ્રેસમાં એક ભાષણ દરમિયાન આ જાહેરાત કરી હતી. જોકે તેમણે એ ન કહ્યું કે વિઝા છૂટ કેટલાં સમય સુધી લાગુ રહેશે? 

આ દેશો ભારતીયોને આપે છે વિઝા ફ્રી એન્ટ્રી 

ઉલ્લેખનીય છે કે થાઇલેન્ડ અને શ્રીલંકામાં પહેલાથી જ ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી મળે છે. હવે મલેશિયા આવું કરનાર ત્રીજો દેશ બની ગયો છે. અગાઉ મલેશિયાએ આ છૂટ કુવૈત, સાઉદી અરબ, બહેરીન, યુએઈ, તૂર્કીયે, જોર્ડન અને ઈરાનને આપાસ હતી. જોકે આ તમામ દેશો મુસ્લિમ હતા. 



Google NewsGoogle News