Get The App

મકરસંક્રાતિ અંગ્રેજી કેલેન્ડર મુજબનો એક માત્ર ભારતીય ઉત્સવ

સદીઓથી ચાલતી આ સોલાર ઘટનાનું મહત્વ દુનિયા આખીએ સ્વીકાર્યું છે

ગ્રેગેરીયન કે અંગ્રેજી કેલેન્ડર વર્ષ સૂર્યની ગતિને અનુસરે છે

Updated: Jan 14th, 2024


Google NewsGoogle News
મકરસંક્રાતિ અંગ્રેજી કેલેન્ડર મુજબનો એક માત્ર ભારતીય ઉત્સવ 1 - image


અમદાવાદ,13 જાન્યુઆરી,2024,શનિવાર 

ભારતીય કેલેન્ડર મુજબ મહિનાઓ,તિથિઓ ચંદ્રની કળાના આધારેલ ગોઠવાયેલા છે.તિથિઓમાં થતી વધઘટ પણ આને જ આભારી છે.આથી તમામ તહેવારો અને ધાર્મિક ઉત્સવોનું આયોજન લૂનાર કેલેન્ડર મુજબ થાય છે. જો કે મકરસંક્રાતિ એટલે કે ઉત્તરાયણ એક માત્ર એવો તહેવાર છે જે અંગ્રેજી કેલેન્ડર મુજબ ઉજવાય છે.આ દિવસે સૂર્ય દક્ષિણ ગોળાર્ધથી ગતિ કરીને મકરરાશીમાં પ્રવેશે છે.સદીઓથી ચાલતી આ સોલાર ઘટનાનું મહત્વ દુનિયા આખીએ સ્વીકાર્યું છે.ગ્રેગેરીયન  કે અંગ્રેજી કેલેન્ડર વર્ષ સૂર્યની ગતિને અનૂસરે છે.આથી જાન્યુઆરી માસની ૧૪ તારીખે ઉતરાયણ ઉજવાય છે.

મકરસંક્રાતિ અંગ્રેજી કેલેન્ડર મુજબનો એક માત્ર ભારતીય ઉત્સવ 2 - image

અંગ્રેજી સોલાર કેલેન્ડર ૧૫૮૨માં પોપ ગ્રેગરી ત્રીજાએ અમલમાં મુકયું હતું. ઉત્તરાયણની પર્યાવરણ, સજીવસૃષ્ટિ અને માનવજાતને ખૂબ અસર કરે છે. ઉત્તરાયણના દિવસથી સૂર્યના કિરણોમાં અજવાળું વધે છે.હિંદુ કેલેન્ડર મુજબ ઉતરાયણ પહેલાનો એક મહિનાનો સમય ધનારક એટલે કમૂર્હતા તરીકે ઓળખવામાં આવે છે.તે દિવસોમાં શુભકાર્યો ઉકેલવામાં આવતા નથી. જેનો ઉત્તરાયણ પર્વની સાથે જ અંત આવે છે. સૂર્યનું ઉત્તર તરફનું આગમન એ હર્ષની ઘટના હોવાથી સમગ્ર ભારતમાં તેની ભવ્ય ઉજવણી થાય છે. ઠંડી ઠુંઠવાતા સજીવોમાં નવ ચેતનાનો સંચાર થાય છે. 

૯ હજાર વર્ષ પછી ઉત્તરાયણ જૂન માસમાં આવતી હશે 

મકરસંક્રાતિ અંગ્રેજી કેલેન્ડર મુજબનો એક માત્ર ભારતીય ઉત્સવ 3 - image

 સોલાર કેલેન્ડર મુજબ જાન્યુઆરી માસની ૧૪ મી તારીખે આજે ભલે ઉત્તરાયણ ઉજવાતી હોય પરંતુ ભૂતકાળમાં તેમાં પણ ફેરફારો થયા છે.ઉત્તરાયણના પ્રાચિન ઇતિહાસ અને કેલેન્ડરનો અભ્યાસ કરતા માલૂમ પડે છે કે એક હજાર વર્ષ પહેલા ભારતમાં ૩૧ ડિસેમ્બરના રોજ ઉત્તરાયણ આવતી હતી. એ પછી ઉત્તરાયણ ખસીને ૧૪ મી જાન્યુઆરીએ આવી છે.નવાઇની વાત એ છે કે આ તારીખ પણ કાયમી તારીખ રહેવાની નથી.જેમ કે આજથી ૫ હજાર વર્ષ પછી તે ફેબુ્રઆરી ના અંતમાં અને ૯ હજાર વર્ષ પછી તે છેક જૂન માસમાં આવતી હશે.


Google NewsGoogle News