Get The App

કોંગ્રેસમાં મોટા ફેરફાર: પ્રિયંકા ગાંધીના હાથમાંથી ગયું આ પદ, જાણો ગુજરાતની જવાબદારી કોને સોંપાઈ

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર

પ્રિયંકા ગાંધીની જગ્યાએ અવિનાશ પાંડે બન્યા UPના પ્રભારી

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
કોંગ્રેસમાં મોટા ફેરફાર: પ્રિયંકા ગાંધીના હાથમાંથી ગયું આ પદ, જાણો ગુજરાતની જવાબદારી કોને સોંપાઈ 1 - image


Reshuffle in Congress: આગામી વર્ષ થનારી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. અત્યાર સુધી ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધી પ્રભારી પદ સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેની જગ્યાએ અવિનાશ પાંડેને યૂપી પ્રભારી બનાવાયા છે. તો સચિન પાયલટને છત્તીસગઢમાં મોટી જવાબદારી સોંપાઈ છે. સામે આવેલા સમાચાર અનુસાર, સચિન પાયલટને છત્તીસગઢના પ્રભાર મહાસચિવ નિયુક્ત કરાયા છે.

પ્રિયંકા ગાંધીને કોઈ પોર્ટફોલિયો નહીં

સંગઠનમાં થયેલા આ ફેરબદલ વચ્ચે પ્રિયંકા ગાંધીને હજુ સુધી કોઈ પોર્ટફોલિયો આપવામાં આવ્યો નથી. કોંગ્રેસ તરફતી જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, મુકુલ વાસનિકને ગુજરાત મોકલવામાં આવ્યા છે. જ્યારે જીતેન્દ્ર સિંહને આસામ અને મધ્યપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. રણદીપ સિંહ સુરજેવાલાને કર્ણટાક અને દીપક બાબરિયાને દિલ્હી-હરિયાણાનો હવાલો મળ્યો છે. કુમારી સેલજાને ઉત્તરાખંડ મોકલવામાં આવી છે. સંગઠનમાં સંચારની જવાબદારી વરિષ્ઠ નેતા જયરામ રમેશ પર આવી છે અને કેસી વેણુગોપાલ સંગઠનની સંભાળ લેશે.

21મી ડિસેમ્બરે યોજાઈ હતી CWCની મહત્વની બેઠક

ગત 21મી ડિસેમ્બરે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં ત્રણ રાજ્યમાં મળેલી હારને લઈને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને આ હારની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને વિરષ્ઠ નેતા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. અહેવાલો અનુસાર, આ જ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે શુ રણનીતિ હશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.



Google NewsGoogle News