Get The App

નવીન પટનાયકના 24 વર્ષના એકાધિકારનો અંત આવશે: ઓડિશામાં ભાજપ પૂર્ણ બહુમત તરફ

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
નવીન પટનાયકના 24 વર્ષના એકાધિકારનો અંત આવશે: ઓડિશામાં ભાજપ પૂર્ણ બહુમત તરફ 1 - image


Odisha Assembly Election Results 2024 : લોકસભા ચૂંટણીની મતગણતરીની સાથે ઓડિશા રાજ્યની વિધાનસભા બેઠકો પર પણ મતગણતરી ચાલી રહી છે. આ રાજ્યમાં નવીન પટનાયકના બીજુ જનતા દળ (બીજેડી), ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો હતો અને તેમાં લગભગ શરૂઆતી ટ્રેન્ડ પ્રમાણે BJP બાજી મારી રહી છે.

ચાર તબક્કામાં રાજ્યની 147 બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. 12 વાગ્યા સુધીની મતગણતરી પ્રમાણે ભાજપ ઓડિશામાં બહુમત હાંસલ કરી રહી છે. આ સાથે નવીન પટનાયકની 24 વર્ષની ઈનિંગનો અંત આવી રહ્યો છે. એન્ટી ઈન્કમબન્સી, મોદી-બીજેપી-વિકાસની લહેરના જોરે ભાજપ ઓડિશામાં હાલ 78 બેઠક પર આગળ ચાલી રહી છે જ્યારે પટનાયકની પાર્ટી BJD 54 બેઠકો પર આગળ છે. આ સિવાય કોંગ્રેસ 11 બેઠકો, સીપીઆઈ(એમ) 1 અને અપક્ષ 2 બેઠક પર આગળ છે.

અઢી દાયકાથી નવીન પટનાયક મુખ્યમંત્રી :

નવીન પટનાયક લગભગ અઢી દાયકાથી મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે. એક્ઝિટ પોલમાં રાજ્યમાં કાંટાની ટક્કરની આશા હતી. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલના ડેટા અનુસાર, ભાજપને 42% વોટ શેર મળી રહ્યો છે, તો બીજેડીને પણ 42% વોટ શેર મળી રહ્યો છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં બીજેડીને 112 બેઠકો મળી હતી,જ્યારે ભાજપને 23, કોંગ્રેસને 9, CPI(M)ને 1 અને અપક્ષને 1 બેઠક મળી હતી. બીજેડીને આ ચૂંટણીમાં લગભગ 45% વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને લગભગ 33% વોટ મળ્યા હતા. કોંગ્રેસને 16% અને અન્યને 6% વોટ મળ્યા હતા. જોકે હવે બીજેપીનું સરકાર રચવાનું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે.   

નવીન પટનાયકના 24 વર્ષના એકાધિકારનો અંત આવશે: ઓડિશામાં ભાજપ પૂર્ણ બહુમત તરફ 2 - image


Google NewsGoogle News