મહારાષ્ટ્રમાં ગેરકાયદે ઘૂસણખોરી સામે મોટી કાર્યવાહી, 3 શહેરોમાંથી 13 બાંગ્લાદેશીઓની ધરપકડ
Image: Freepik
Maharashtra Police: મહારાષ્ટ્રમાં આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) એ સ્થાનિક પોલીસની મદદથી અલગ-અલગ સ્થળો પર ગેરકાયદેસર રીતે રહેતાં બાંગ્લાદેશી નાગરિકોની તપાસ માટે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. એટીએસ અધિકારીઓએ જણાવ્યું કે આ અભિયાન હેઠળ છેલ્લા 24 કલાકોમાં ગુપ્ત જાણકારીના આધારે સ્થાનિક પોલીસની મદદથી થાણે, નવી મુંબઈ અને સોલાપુર શહેરોમાં ગેરકાયદેસરરીતે ભારતમાં ઘૂસેલા બાંગ્લાદેશી નાગરિકોની તપાસ કરવામાં આવી.
વિદેશી નાગરિક એક્ટ, 1946, પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) એક્ટ, 1950, પાસપોર્ટ એક્ટ, 1967 હેઠળ વિભિન્ન પોલીસ સ્ટેશનોમાં કુલ 03 કેસ નોંધાયા છે. ઓપરેશન દરમિયાન એટીએસ અધિકારીઓએ સ્થાનિક પોલીસ અધિકારીઓની સાથે કુલ 13 બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા, જે ગેરકાયદેસર રીતે રહી રહ્યા હતા. તેમાં 7 પુરુષ અને 6 મહિલાઓ સામેલ છે, જેમની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: યુપીમાં યોગીનો બુલડોઝર 'અન્યાય', 15 મહિલા ફેરિયાની શાકભાજી-આજીવિકા પર જેસીબી ફેરવ્યું
ગુનાની તપાસ કરતી વખતે એટીએસ અધિકારીઓએ એ પણ જાણ્યું કે બાંગ્લાદેશી નાગરિકોએ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો છે અને આધાર કાર્ડ વગેરે જેવા દસ્તાવેજ તૈયાર કરવામાં સફળ રહ્યાં છે અને આરોપી બાંગ્લાદેશી નાગરિકો દ્વારા ભારતીય નાગરિકતા ઓળખ કાર્ડ પણ બનાવાયા છે.
ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં આ અભિયાન હેઠળ મુંબઈ, થાણે, નવી મુંબઈ અને નાસિકમાં 7 કેસ નોંધવામાં આવ્યા, જેમાં 17 બાંગ્લાદેશી નાગરિકોને ટ્રેક કરીને ધરપકડ કરવામાં આવી. સ્થાનિક સંબંધિત પોલીસ સ્ટેશનો દ્વારા ગુનાની તપાસ કરવામાં આવી રહી છે.