કાર-ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત, બંને આગની લપેટમાં આવતાં 8 લોકો જીવતા ભડથું, બરેલીમાં બની ઘટના

રાતે આશરે 11 વાગ્યે એક ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો

મૃતકોમાં એક બાળક સામેલ હોવાનો ખુલાસો

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
કાર-ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત, બંને આગની લપેટમાં આવતાં 8 લોકો જીવતા ભડથું, બરેલીમાં બની ઘટના 1 - image


Uttarpradesh accident news | ઉત્તરપ્રદેશના બરેલીના ભોજીપુરા હાઇવે પર રાતે આશરે 11 વાગ્યે એક ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે બંને ગાડીઓ આગની લપેટમાં આવી ગઇ હતી. ડમ્પરનો ડ્રાઈવર તો જીવ બચાવીને ભાગી ગયો પણ કારમાં સવાર આઠ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. તેમાં એક બાળક પણ સામેલ હતું. 

કાર અનિયંત્રિત થઈ ગઇ હતી 

માહિતી અનુસાર બરેલીથી બહેડી તરફ આ કાર આવી રહી હતી અને હાઈવે પર ભોજીપુરા નજીક ગાડી અચાનક નિયંત્રણ બહાર થઈ જતાં રોંગ સાઈડમાં આવી ગઈ હતી અને બીજી બાજુથી આવતા ડમ્પરને જઈને ભટકાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે ઘટનાસ્થળે જ ગાડીમાં આગ લાગી ગઈ હતી જેના લીધે કારમાં હાજર લોકો જીવતા બળી ગયા હતા. આશરે 100 મીટર સુધી ડમ્પર સાથે આ કાર ઢસડાઈ હતી. 

ફાયરબ્રિગેડની ટીમ પણ ન બચાવી શકી 

માહિતી અનુસાર તમામ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. રાહગીરોએ જાણકારી આપી છતાં પોલીસ અને ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ આ લોકોને બચાવી શકી નહોતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે કહ્યું કે 8 લોકોના મોત થયા છે. આ કારને કોઇ લગ્ન સમારોહ માટે ફુરકાન નામની વ્યક્તિએ બુક કરી હોવાની માહિતી મળી છે. 

કાર-ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત, બંને આગની લપેટમાં આવતાં 8 લોકો જીવતા ભડથું, બરેલીમાં બની ઘટના 2 - image



Google NewsGoogle News