Get The App

ઋષિકેશમાં ગમખ્વાર અકસ્માત, બેફામ ટ્રકે અનેક વાહનોને લીધા અડફેટે, યુકેડી નેતા સહિત 2નાં મોત

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
ઋષિકેશમાં ગમખ્વાર અકસ્માત, બેફામ ટ્રકે અનેક વાહનોને લીધા અડફેટે, યુકેડી નેતા સહિત 2નાં મોત 1 - image


Image Source: Twitter

Rishikesh Road Accident: ઉત્તરાખંડના ઋષિકેશમાં ગઈકાલે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઋષિકેશમાં નટરાજ ચોક પાસે સર્જાયેલા આ માર્ગ અકસ્માતમાં ઉત્તરાખંડ ક્રાંતિ દળના પૂર્વ અધ્યક્ષ ત્રિવેન્દ્ર સિંહ પંવાર સહિત બે લોકોના મોત થયા હતા. બીજી તરફ આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ અકસ્માત પર શોક વ્યક્ત કરતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, 'પૂર્વ કેન્દ્રીય અધ્યક્ષ અને ઉત્તરાખંડ ક્રાંતિ દળના સંરક્ષક શ્રી ત્રિવેન્દ્ર સિંહ પંવરજીના દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માતમાં નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ઈશ્વરને પ્રાર્થના છે કે, આ પૂણ્યઆત્માને શ્રીચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારજનો અને સમર્થકોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે.



બેફામ ટ્રકે અનેક વાહનોને લીધા અડફેટે

આ અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોના ટુકડા થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત એક અનિયંત્રિત ટ્રકના કારણે સર્જાયો હતો, જેમાં 2 લોકોના મોત થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, રવિવારે મોડી રાત્રે સિમેન્ટ ભરેલી એક બેફામ ટ્રકે નટરાજ ચોક પાસે ઊભેલા પાંચ વાહનોને અડફેટે લીધા. આ ટક્કરમાં અનેક લોકો લપેટમાં આવી ગયા હતા. અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ઘાયલ યુકેડીના પૂર્વ કેન્દ્રીય અધ્યક્ષ ત્રિવેન્દ્ર સિંહ પંવરને AIIMS ઋષિકેશ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશ : જાનૈયાઓને લઈ જતી બોલેરો-બસ વચ્ચે ભીષણ ટક્કર, 5નાં મોતથી માતમ છવાયો

એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

AIIMSમાં લાવવામાં આવેલા લલતાપડના રહેવાસી ગુરજીત સિંહનું પણ મૃત્યુ થયું થઈ હતું. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્રિવેન્દ્ર પંવાર અહીં એક પૂર્વ રાજ્ય મંત્રીના પુત્રના લગ્નમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા, આ દરમિયાન જ આ અકસ્માત સર્જાયો હતો.


Google NewsGoogle News