Get The App

છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, પાઈપ બનાવતી ફેક્ટરીમાં ચીમની તૂટી પડતા 25 શ્રમિકો દબાયા, અનેકના મોત

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, પાઈપ બનાવતી ફેક્ટરીમાં ચીમની તૂટી પડતા 25 શ્રમિકો દબાયા, અનેકના મોત 1 - image


Chhattisgarh News: છત્તીસગઢના મુંગેલી જિલ્લાના રામબોડ ગામમાં નિર્માણાધીન કુસુમ પ્લાન્ટમાં એક મોટી દુર્ઘટના બની. લોખંડના પાઇપ બનાવતી એક ફેક્ટરીમાં ચીમની તૂટી પડતાં 25 થી વધુ શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા. અનેક શ્રમિકોના મોતની આશંકા છે, જોકે તેની પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી. જણાવી દઈએ કે, આ દુર્ઘટના તે સમયે બની જ્યારે એક લોખંડના પાઈપ બનાવતી ફેક્ટરીનું નિર્માણ કામ ચાલી રહ્યું હતું.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલુ છે. આ ઘટના સરગાંવ વિસ્તારના રામબોડમાં બની છે. રાહત અને બચાવ કામગીરીમાં સ્થાનિક લોકો પણ તંત્રની મદદે દોડી આવ્યા છે.

નિર્માણધીન કંપનીનું નામ કુસુમ છે, જેનો પ્લાન્ટ તૈયાર કરાઈ રહ્યો હતો. ચીમની તૂટી પડવાના કારણે 25થી વધુ લોકો કાટમાળમાં દબાઈ ગયા છે.

આ પણ વાંચો: 1178 ફૂટ ઊંચા બ્રિજ પર 110 કિ.મી. ઝડપે દોડી ટ્રેન, રેલવે મંત્રીએ ઐતિહાસિક દિવસ ગણાવ્યો

છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, પાઈપ બનાવતી ફેક્ટરીમાં ચીમની તૂટી પડતા 25 શ્રમિકો દબાયા, અનેકના મોત 2 - image

આ પણ વાંચો: ગૂગલ મેપનું ભોપાળું! આસામ પોલીસને નાગાલૅન્ડ પહોંચાડી, બદમાશ સમજી લોકોએ બંધક બનાવ્યા

એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્લાન્ટના નિર્માણ દરમિયાન સલામતીના સાધનો પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હતું, જેના કારણે આ અકસ્માત થયો હતો.



Google NewsGoogle News