Get The App

એકસાથે 15 લોકોને લઈ જતી રિક્ષાને અજાણ્યા વાહને મારી ટક્કર, 8નાં ઘટનાસ્થળે મોત, 7 ઘાયલ

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
એકસાથે 15 લોકોને લઈ જતી રિક્ષાને અજાણ્યા વાહને મારી ટક્કર, 8નાં ઘટનાસ્થળે મોત, 7 ઘાયલ 1 - image


Lakhisarai Accident news | બિહારના લખીસરાય (Lakhisarai)થી એક મોટા અહેવાલ સામે આવ્યા છે. અહીં ભીષણ અકસ્માતમાં 8 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે અડધા ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 

ક્યાં સર્જાયો અકસ્માત? 

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી તથા આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટના રામગઢચૌધર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બિહરૌરા ગામમાં બની હતી. અજાણ્યા વાહને ટક્કરે મારી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેના લીધે રિક્ષાનું કચ્ચરઘાણ વળી ગયું હતું. આ અકસ્માત લખીસરાય-સિકંદરા મુખ્ય માર્ગ પર બિહરોરા ગામ નજીક સર્જાયો હતો. 

15 લોકો એક જ રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા 

માહિતી અનુસાર 15 લોકો અહીં એક જ ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન જ અજાણ્યાં વાહને એવી જોરદાર ટક્કર મારી કે રિક્ષાનું કચ્ચરઘાણ વળી ગયું અને ઘટનાસ્થળે 8 લોકો મૃત્યુ પામી ગયા. અન્ય ઘાયલોને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. 


Google NewsGoogle News