કેરળમાં ભારતીય નૌકાદળનું ચેતક હેલિકોપ્ટર ક્રેશ, અધિકારીનુંં મોત, નિયમિત ઉડાન વખતે દુર્ઘટના સર્જાઈ

આઈએનએસ ગરુડના રન-વે પર એક ચેતક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું

હજુ સુધી નેવી તરફથી કોઈ સત્તાવાર જાણકારી જાહેર કરવામાં આવી નથી

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
કેરળમાં ભારતીય નૌકાદળનું ચેતક હેલિકોપ્ટર ક્રેશ, અધિકારીનુંં મોત, નિયમિત ઉડાન વખતે દુર્ઘટના સર્જાઈ 1 - image

image : Wikipedia 


Indian Navy Helicopter Crashes in Kochi:  કેરળથી એક મોટા અહેવાલ સામે આવ્યા છે. નિયમિત ટ્રેનિંગ દરમિયાન શનિવારે કોચ્ચિમાં ભારતીય નેવીના હેડક્વાર્ટર આઈએનએસ ગરુડના રન-વે પર એક ચેતક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. 

એકના મોતની માહિતી 

માહિતી અનુસાર આ દુઘર્ટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જોકે હજુ સુધી નેવી તરફથી કોઈ સત્તાવાર જાણકારી જાહેર કરવામાં આવી નથી. ટ્રેનિંગ માટે ઉડાન ભરતી વખતે આ હેલિકોપ્ટરમાં એક અધિકારી સહિત બે લોકો સવાર હતા. દુર્ઘટના આશરે અઢી વાગ્યે સર્જાઈ હતી. હેલિકોપ્ટરના પાઈલટને પણ ઈજાઓ થઇ હતી. જોકે સાથમાં બેસેલા અધિકારીનું મોત નીપજ્યું હોવાની માહિતી છે. કેરળ પોલીસ અને સૈન્યની એજન્સીઓ તપાસ શરૂ કરી દીધી છે. રેસ્ક્યૂ ઓપરેશન હજુ ચાલુ છે. 


Google NewsGoogle News