Get The App

48 કલાકનો સમય, 10 લાખ ડૉલરની ખંડણી માગી એ પણ બિટકોઈનમાં, મુંબઈ એરપોર્ટને બ્લાસ્ટની ધમકી

ઈમેલમાં કહ્યું કે, જો બિટકોઈનમાં રકમ નહીં આપવામાં આવે તો સ્થિતિ અતિ ખરાબ થઈ શકે છે

મુંબઈની સહાર પોલીસે કલમ 385 અને 505(1)(b) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
48 કલાકનો સમય, 10 લાખ ડૉલરની ખંડણી માગી એ પણ બિટકોઈનમાં, મુંબઈ એરપોર્ટને બ્લાસ્ટની ધમકી 1 - image

image : IANS



Mumbai Bomb Blast Threat | મુંબઈમાં આવેલા ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાયાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ધમકી ઈમેલ દ્વારા આવી છે. ઈમેલ મોકલનારે આ વિસ્ફોટને ટાળવા માટે 48 કલાકની અંદર 10 લાખ ડોલરની ખંડણી માગી હતી, તે પણ બિટકોઈનમાં. તેણે ઈમેલમાં વધુમાં કહ્યું કે, જો બિટકોઈનમાં રકમ નહીં આપવામાં આવે તો સ્થિતિ અતિ ખરાબ થઈ શકે છે. 

મુંબઈ પોલીસે કાર્યવાહી શરૂ કરી 

મુંબઈની સહાર પોલીસે કલમ 385 અને 505(1)(b) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે ઈમેલના આધારે જ FIR નોંધવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે “quaidacasrol@gmail.com” નામના આઈડી પરથી આ ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. આરોપીએ ગુરુવારે સવારે 11 વાગ્યે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)ના ફીડબેક ઈનબોક્સમાં આ ઈમેલ મોકલ્યો છે.

'તો અમે ટર્મિનલ 2 પર બોમ્બ ફેંકીશું'

ધમકીભર્યા ઈમેલમાં આરોપીએ લખ્યું છે કે તમારા એરપોર્ટ માટે આ છેલ્લી ચેતવણી છે. જો 10 લાખ ડૉલર આપવામાં નહીં આવે તો અમે 48 કલાકની અંદર એરપોર્ટના ટર્મિનલ 2 પર બોમ્બ ધડાકા કરીશું. તેના માટે બિટકોઈનમાં અમને આ ખંડણીની રકમ ચૂકવવામાં આવે. 24 કલાક પછી વધુ એક એલર્ટ મોકલીશું. જે આઈપી એડ્રેસનો ઉપયોગ કરીને આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો તેને ટ્રેસ કરી લેવાયો છે. પોલીસ હવે ઈમેલ મોકલનાર વ્યક્તિને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. 

48 કલાકનો સમય, 10 લાખ ડૉલરની ખંડણી માગી એ પણ બિટકોઈનમાં, મુંબઈ એરપોર્ટને બ્લાસ્ટની ધમકી 2 - image



Google NewsGoogle News