મહુઆ મોઈત્રાએ બંગલો ખાલી કર્યો છે તેમને કાઢી મૂકાયા નથી : વકિલની સ્પષ્ટતા
- કેશ ફોર ક્વેરી સ્કેન્ડલ માટે મોઈત્રાને ગત વર્ષે લોકસભામાંથી નિષ્કાલિત કરાયા હતાં : તેથી ફાળવાયેલો બંગલો ખાલી કરવો પડે તેમ હતું
નવી દિલ્હી : તૃણમુલ કોંગ્રેસ તેના અને પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાને ગત વર્ષે લોકસભામાંથી કેશ ફોર ક્વેરી સ્કેડલ (પ્રશ્ન પૂછવા માટે પૈસા લેવાના કાવતરાં અંગે) કાઢી મુકાયા હતા. પરિણામે તેમને ફાળવવામાં આવેલો બંગલો તેમને ખાલી કરવો પડે તેમ હતો. તે સાથે એવા અહેવાલ વહેતા થયા હતા કે, સરકારી બંગલાઓનું ધ્યાન રાખતા એક, ડીરેક્ટોરેટ ઓફ એસ્ટેટસના અધિકારીઓએ તેઓને બંગલામાંથી રીતસર કાઢી જ મુકવામાં આવ્યાં છે. પરંતુ તેઓના વકિલ શાદાન ફરસાને કહ્યું હતું કે, આજે (શુક્રવારે) સવારે તે એકમના અધિકારીઓ આવી પહોંચે તે પહેલા જ સવારના ૧૦ વાગ્યા સુધીમાં મોઈત્રાજીએ બંગલો ખાલી કરી નાખ્યો હતો.
નવી દિલ્હી સ્થિત બંગલો નંબર ૯/બી, જે પાટનગરની ટેલીગ્રાફ લેનમાં આવેલો છે તે આજે શુક્રવારે સવારે ૧૦ વાગ્યા સુધીમાં મોઈત્રાજીએ સંપૂર્ણ રીતે ખાલી કરી નાખ્યો હતો અને તેની ચાવી તેઓના વકિલોએ ડીરેક્ટોરેટ ઓફ એસ્ટેટસના અધિકારીઓને સોંપી દીધી હતી. તેમ પણ જાણવા મળ્યું છે.
આ પછી કેન્દ્ર સરકારનાં ઉક્ત એકમના અધિકારીઓએ બંગલો ઉઘાડી તેની સંપૂર્ણ તપાસ પણ કરી હતી કે તેમાં મહુઆ મોઈત્રાનો કોઈ સર સામાન રહ્યો છે કે કેમ ?
ઉલ્લેખનીય છે કે બંગલો ખાલી કરવાના હુકમ સામે મોઈત્રાએ દિલ્હી હાઇકોર્ટમાં તેમાં રાહત માટે અરજી કરી હતી પરંતુ હાઇકોર્ટે તે સ્વીકારી નહીં. આથી તૃણમુલ કોંગ્રેસના સાંસદને નિરૂપાયે તે બંગલો ખાલી કરવો પડે તેમ જ હતું.