સાંસદ પદેથી સભ્યપદ રદ થતા શું કરશે મહુઆ મોઈત્રા ! તેની પાસે છે આ 5 ઓપ્શન
પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગર મતવિસ્તારના TMC સાંસદ મહુઆ મોઈત્રા પર 2 આરોપો... એક - 2019-23 દરમિયાન મહુઆના લોગીનથી સંસદમાં 61 પ્રશ્ન પુછાયા... બીજો - સંસદનો સંવેદનશીલ લોગઈન-પાસવર્ડ અન્ય શખસને આપ્યો
નવી દિલ્હી, તા.08 નવેમ્બર-2023, શુક્રવાર
પૈસા લઈને ગૃહમાં સવાલ પૂછવાના કેસમાં આરોપોના સામનો કરી રહેલી તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઈત્રાએ આજે લોકસભામાંથી સાંસદ પદ ગુમાવવાનો વારો આવ્યો છે. આજે લોકસભામાં મહુઆ મોઈત્રાનો મામલો ગુજ્યો હતો, જેમાં એથિક્સ સમિતિના અહેવાલના આધારે લોકસભા સ્પીકર ઓમ બીરલાએ ધ્વનિમતથી પ્રસ્તાવ પાસ કરી મોઈત્રાની સાંસદ તરીકેનું સભ્યપદ બરખાસ્ત કરી દીધું છે. વિપક્ષો આ નિર્ણયને લોકશાહીની હત્યા કહી રહ્યા છે, તો ભાજપ આરોપ લગાવી રહી છે કે, સાંસદ મહુઆ મોઈત્રાએ વિશેષાધિકારનો ભંગ કર્યો.
મહુઆ મોઈત્રા પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગર મતવિસ્તારના ટીએમસી સાંસદ હતા. આ દરમિયાન તેમના પર 2 આરોપો લાગ્યા હતા. 2019-23 દરમિયાન મહુઆના લોગીનથી સંસદમાં 61 પ્રશ્ન પુછાયા હોવાનો પ્રથમ આરોપ છે, જ્યારે સંસદનો સંવેદનશીલ લોગઈન-પાસવર્ડ અન્ય શખસને આપ્યો હોવાનો મોઈત્રા પર બીજો આરોપ છે.
પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગર મતવિસ્તારના ટીએમસી સાંસદ મહુવા મોઈત્રા પર 2 આરોપો લાગ્યા હતા. પહેલો આરોપમાં 2019-23 દરમિયાન મહુઆ મોઈત્રાના લોગિનથી 61 પ્રશ્નો પૂછાયા, જે મહુઆ તરફથી દર્શન હીરાનંદાનીએ પૂછ્યા હતા. બીજા આરોપમાં મહુઆએ સંસદનો સંવેદનશીલ લોગઈન-પાસવર્ડ અન્ય શખસને આપ્યો હતો, ત્યારે આ મામલે ભાજપ સાંસદ નિશિકાંત દુબેની લેખિત ફરિયાદના આધારે સંસદની એથિક્સ કમિટીએ ધ્યાને લીધી હતી.
મહુઆ પાસે હવે કયા ઓપ્શન ?
મહુઆ મોઈત્રાનું સાંસદ પદ રદ થયા બાદ હવે મોઈત્રા શું કરશે, તેમની પાસે કયા કયા ઓપ્શનો છે, તે સૌકોઈ ચર્ચાઓ કરી રહ્યું છે. બંધારણના જાણકારોનું માનીએ તો મહુઆ પાસે હવે 5 ઓપ્શન બચ્યા છે. જોકે આ વિકલ્પોમાં મહુઆને કેટલી રાહત મળશે, તેના કહેવું હાલ યોગ્ય નથી. સાંસદ અને વરિષ્ઠ સલાહકાર વિવેક તન્ખાના જણાવ્યા મુજબ મોઈત્રા 3 વિકલ્પોનો ઉપયોગ કરી શકે છે.
(1) મહુઆ નિર્ણય પર સમીક્ષા કરવા માટે સંસદને વિનંતી કરી શકે છે, જોકે આ મામલે પુનઃ વિચાર કરવો કે નહીં, તે સંસદના વિવેક પર નિર્ભર રહેશે.
(2) મૂળભૂત અધિકારો અને કુદરતી ન્યાયના ઉલ્લંઘન મર્યાદિત મુદ્દા પર સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે.
(3) નિર્ણયનો સ્વિકાર કરે અને 4 મહિનામાં ફરી ચૂંટણી લડે.
મહુઆ આ 2 વિકલ્પોનો પણ કરી શકે છે ઉપયોગ
(1) એથિક્સ કમિટીના અધિકારને પડકાર આપવો : મહુઆ તેમની સામે કરાયેલી કાર્યવાહી અનિયમિત અથવા દ્રેષ અથવા અગાઉથી આયોજિત કરાઈ હોવાનું કહી અથિક્સ કમિટીએ પોતાના આદેશનું ઉલ્લંઘન કર્યું હોવાનો તર્ક આપી શકે છે. ઉપરાંત તેઓ એવો પણ તર્ક આપી શકે છએ કે, આ મામલાને એથિક્સ કમિટીએ નહીં પણ વિશેષાધિકાર સમિતીએ જોવો જોઈએ...
(2) તેમના પર ચાલી હેલા માનહાનિના દાવા દ્વારા રાહત : મહુવા દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો દાવો ચાલી રહ્યો હોવાથી મહુવા તેનો ઉલ્લેખ કરી રાહત માંગી શકે છે. જો મોઈત્રા ઘણા વ્યક્તિઓ વિરુદ્ધ માનહાનિ કેસમાં એવું સાબિત કરે કે, તેમની વિરુદ્ધ લગાવાયેલ આરોપો નિંદનિય, બનાવટી અથવા તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચાડનારા છે, તો તેઓ એથિક્સ કમિટીના નિર્ણયને પલટાવવાની આશા રાખી શકે છે.