મહારાષ્ટ્ર સરકારમાં તિરાડ, હવે મહત્ત્વપૂર્ણ યોજના અંગે CM શિંદે અને અજિત પવાર વચ્ચે બબાલ!
Maharashtra Politics: મહારાષ્ટ્રના વિધાનસભા ચૂંટણીથી પહેલાં જ રાજકારણ ગરમાઈ ગયું છે. એક તરફ જ્યાં વિપક્ષનું ગઠબંધન મહાવિકાસ અઘાડી ચૂંટણી માટે રણનીતિ ઘડી રહ્યો છે ત્યાં બીજી બાજુ સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં તિરાડો પડતી દેખાઈ રહી છે.
યોજનાની જાહેરાત અંગે બબાલ
ખરેખર તો મહારાષ્ટ્રમાં 'લડકી બહેન યોજના' અંગે સીએમ શિંદે અને અજિત પવારની પાર્ટી સામ-સામે આવી ગઈ છે. શિવસેનાના એક મંત્રીએ આ યોજનાની જાહેરાતમાંથી સીએમ એકનાથ શિંદેનો ચહેરો હટાવવા મુદ્દે અજિત પવારના જૂથ સામે નારાજગી વ્યક્ત કરી છે. હવે યોજનાની ક્રેડિટ મેળવવાની હોડ મચતાં ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રચાર માટે એસઓપી લાવવી પડી.
આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સને અંતરીક્ષમાં ફસાવનારું સ્ટારલાઈનર આખરે 3 મહિના પછી પૃથ્વી પર પરત આવ્યું
ક્રેડિટ લેવામાં બબાલ!
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ લડકી બહેન યોજનાની શરૂઆત થયા બાદ એનસીપીના અનેક શહેરોમાં અજિત દાદા લાડકી બહેન યોજના નામે પોસ્ટર લગાવી દીધા હતા. તેના બાદ બારામતીમાં એવા પોસ્ટરો લાગ્યા જેમાં અજિત પવારનું નામ જ નહોતું. જેના પર રાજકારણ ગરમાયું હતું.
મામલો ક્યારે બીચક્યો?
જ્યારે કેબિનેટની બેઠક થઇ તો શિવસેના મંત્રી શંભુરાજ દેસાઈએ એનસીપીને ઘેરતાં પૂછ્યું કે આખરે પોસ્ટરમાંથી સીએમનું નામ ગુમ કેમ છે? દેસાઈએ કહ્યું કે જ્યારે અમારી પાર્ટી પ્રચાર કરે છે બંને ડે.સીએમના નામ તેમાં હોય છે પણ જ્યારે એનસીપીનો વારો આવ્યો તો સીએમનું નામ જ હટાવી દીધું. ત્યારે એનસીપીએ જવાબ આપ્યો કે બજેટ રજૂ થયા બાદ શિંદેના પ્રચારમાં દરેક જગ્યાએ પોસ્ટર લાગ્યા હતા જેના પર કોઈએ વાંધો વ્યક્ત કર્યો નહોતો. પણ જ્યારે હવે નામ નાનું કરવા સીએમ ન લખ્યું તો તેના પર વાંધો કેમ?