Get The App

મહારાષ્ટ્રમાં જીત બાદ મહાયુતિમાં ડખા? શિંદે જૂથે કરી હરિયાણા-બિહાર મોડલની માગ, ભાજપે આપ્યો જવાબ

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં જીત બાદ મહાયુતિમાં ડખા? શિંદે જૂથે કરી હરિયાણા-બિહાર મોડલની માગ, ભાજપે આપ્યો જવાબ 1 - image


Maharashtra CM: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ચાલી રહેલી રસાકસી દરમિયાન એકનાથ શિંદેની શિવસેનાએ બિહાર મોડલ પર મુખ્યમંત્રી નક્કી કરવાની માગ કરી છે. એકનાથ શિંદેની પાર્ટીએ કહ્યું કે, ભાજપે નીતિશ કુમારને ઓછી બેઠક મળી છતાં મુખ્યમંત્રી બનાવ્યા હતા. આવું જ ઉદાહરણ મહારાષ્ટ્રમાં પણ અપનાવવું જોઈએ, જેમાં ભાજપે ગઠબંધન ધર્મનું પાલન કરી જેના નેતૃત્વમાં ચૂંટણી જીતી, તેને ફરી તક આપવામાં આવે. 

શિંદે જૂથે આપ્યું હરિયાણાનું ઉદાહરણ

એટલું જ નહીં, એકનાથ શિંદે જૂથે તેના માટે હરિયાણાનું ઉદાહરણ આપ્યું છે. શિંદે સેનાએ કહ્યું કે, 6 મહિના પહેલાં જ મુખ્યમંત્રી બનેલા નાયબ સિંહ સૈનીના નેતૃત્વમાં હરિયાણાની ચૂંટણી લડવામાં આવી અને ભાજપ જીતી ગઈ તો તેમને ફરી તક આપવામાં આવી.

આ પણ વાંચોઃ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેમાંથી કોઈ એક દિલ્હી લઈ જવાય તેવી શક્યતા! જાણો કોની શક્યતા વધુ

ભાજપે સંજય રાઉતને જવાબ આપવો જોઈએ: નરેશ મ્હાસ્કે

શિવસેનાના સાંસદ નરેશ મ્હાસ્કેએ કહ્યું કે, ભાજપે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવીને સંજય રાઉત જેવા લોકોને જવાબ આપવો જોઈએ. સંજય રાઉતે કહ્યું કે, ભાજપ સહયોગી પાર્ટીઓનો ઉપયોગ કરે છે અને પછી તેમને ફેંકી દે છે. એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવીને ભાજપે આવા પ્રોપોગેન્ડાનો જવાબ આપવો જોઈએ. બિહારમાં એનડીએ એ નીતિશ કુમારની લીડરશીપમાં ચૂંટણી લડી, જેમાં નીતિશ કુમારને ઓછી બેઠક મળી હોવા છતાં મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં. તો પછી આવું મહારાષ્ટ્રમાં કેમ ન થઈ શકે? 

ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની માગ

આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેનું કહેવું છે કે, ભાજપના કાર્યકર્તા અને સમર્થક ઇચ્છે છે કે, દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવે. ત્રણેય પાર્ટીના કાર્યકર્તા ઇચ્છે છે કે, પોતાના નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવે. પરંતુ, તે અંગેનો નિર્ણય તો નેતૃત્વએ જ લેવાનો છે. 


આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં પરાજય બાદ સંજય રાઉતના પૂર્વ CJI ચંદ્રચૂડ પરગંભીર આક્ષેપ, કહ્યું- ઈતિહાસ તેમને માફ નહીં કરે

મહાયુતિની બેઠકમાં લેવાશે નિર્ણય?

નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં આજે ભાજપની ધારાસભ્ય દળની બેઠક થવાની છે અને મહાયુતિની પણ બેઠક થવાની છે. મહારાષ્ટ્ર વિધાનસભાના હાલનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થવા જઈ રહ્યો છે. તેથી, જલ્દી નિર્ણય લેવાઈ જશે તેવી આશા છે.


Google NewsGoogle News