Get The App

મહાત્મા ગાંધીનું પહેલું અને છેલ્લું રેડિયો સંબોધન- મેરે દૂખી ભાઇઓ ઔર બહેનો મુઝે પતા નહી થા...

મને તો ખબર જ ન હતી કે મારે આ રીતે કશુંક બોલવાનું છે

હું તમારી પાસે પહોંચી જાઉં એવી મને તિવ્ર લાગણી થયા કરે છે

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News


મહાત્મા ગાંધીનું પહેલું અને છેલ્લું રેડિયો સંબોધન-  મેરે દૂખી ભાઇઓ ઔર બહેનો મુઝે પતા નહી થા... 1 - image

નવી દિલ્હી,30 જાન્યુઆરી,2025,ગુરુવાર 

30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીની હત્યા થઇ હતી. તેના 78  દિવસ પહેલા  ગાંધીજીએ તેમનું આખરી અને યાદગાર રેડિયો ઉદ્બબોધન કર્યુ હતું. ખાસ કરીને ભાગલા પછી પાકિસ્તાનથી આવતા શરણાર્થીઓ માટે પોતાની લાગણી પ્રદર્શિત કરી હતી. દેશને આઝાદી તો મળી પરંતુ તેની સાથે વિભાજનનું દુખ પણ સહન કરવું પડયું હતું.

ગાંધીજીને ભાગલા પછીની સ્થિતિનું ખૂબજ દુખ હતું તેને વાંચા આપવા માટે ૧૨ નવેમ્બર ૧૯૪૭ના રોજ પ્રથમ વાર ઓલ ઇન્ડિયા રેડિયો પર સંબોધન કર્યુ હતું.લાખો લોકો સરહદ પારથી શરણાર્થી બનીને આવી રહયા હતા.ત્યારે ખાસ તો કુરુક્ષેત્રમાં એક નિરાશ્રિતોની શિબિરના ૨ લાખ લોકોને સંબોધન માટે ગાંધીજીએ પણ લોક માધ્યમ રેડિયોનો ઉપયોગ કર્યો હતો.તેમના માટે તેઓ ખુદ દિલ્હીના આકાશવાણી ભવન પહોંચ્યા હતા. ઓલ ઇન્ડિયા રેડિયો પર તેમનું આ પહેલું અને છેલ્લું સંબોધન હતું. 

ગાંધીજીએ મેરે દૂખી ભાઇઓ ઔર બહેનો મુઝે પતા નહી થા કિ સિવાય આપ કે મુઝે કોઇ સુનતા ભી હૈ યા નહી એમ કહીને શરુઆત કરી હતી. ૨૦ મીનિટના ભાષણમાં તેમણે જણાવ્યું કે મને તો ખબર જ ન હતી કે મારે આ રીતે કશુંક બોલવાનું છે. જયારે હું ગોળમેજી પરિષદ માટે ઇંગ્લેન્ડ ગયો હતો ત્યાર પછી મને આ બીજો અનુભવ છે. હું તો એક અજનબી પુરુષ છું. હું કોઇ પણ પ્રકારનો રસ લઇ રહયો નથી.કારણે જીવનભર મારો પ્રયાસ દુખને સ્વીકારી લેવાનો રહયો છે. જયારે મેં જાણ્યું કે હાલમાં ૨.૫૦ લાખ શરણાર્થીઓ છે, હજુ તો શરણાર્થીઓના આવવાનો પ્રવાહ ચાલું જ છે તે જાણીને ખૂબ દૂખ થયું છે.

મહાત્મા ગાંધીનું પહેલું અને છેલ્લું રેડિયો સંબોધન-  મેરે દૂખી ભાઇઓ ઔર બહેનો મુઝે પતા નહી થા... 2 - image

હું તમારી પાસે પહોંચી જાઉં એવી મને તિવ્ર લાગણી થયા કરે છે. કુરુક્ષેત્રની આ વિશાળ શરણાર્થી શિબિરના લોકોએ ગાંધીજીના આ રેડિયો ઉદ્દબોધનને સાંભળ્યું હતું. શીબિરની વચ્ચે એક વિશાળ રેડિયો સેટ ગોઠવવામાં આવ્યો હતો. ગાંધીજીના રેડિયો પ્રસારણને લાઉડ સ્પીકર સાથે જોડીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવામાં આવતો હતો.

ગાંધીજીએ તેમના રેડિયો ઉદ્દબોધનમાં પાકિસ્તાનથી આવેલા વિસ્થાપિતોને આવી પડેલી પરીસ્થિતિનો ધીરજ રાખીને સામનો કરવાની વિનંતી કરી હતી. તેમના રેડિયો અવાજે ભાગલાના ઉંડા ઘા સહન કરી રહેલા શરણાર્થી માટે મલમનું કામ કર્યુ હતું. આ દિવસને ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા લોકસેવા પ્રસારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.



Google NewsGoogle News