કોણ છે તે વ્યક્તિ, જેના કારણે મહાત્મા ગાંધીના હત્યારાઓને ફાંસી અને આજીવન કેદની સજા મળી?
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારાઓને માત્ર તેમના સાથીના કારણે જ મળી હતી સજા
સાથી હત્યારો બન્યો સરકારી સાક્ષી, જાણો કેવી રીતે અને કોણ હતું તે?
Mahatma Gandhi Death Anniversary: 30 જાન્યુઆરી એટલે કે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ છે. જયારે પણ બાપુની હત્યાની વાત થાય ત્યારે આપણા મગજમાં જે પણ નામ આવે છે તે માત્ર નાથુરામ ગોડસેનું જ છે. પરંતુ 30 જાન્યુઆરી, 1948ના રોજ બનેલી એ ઘટના સામાન્ય ન હતી. ગાંધી જેવા વ્યક્તિત્વને ખતમ કરવાનું કામ કોઈ એક વ્યક્તિથી થઇ જ ન શકે.
બાપુની હત્યાના કેસમાં 12 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી માત્ર 7ને જ ફાંસીની અને આજીવન કેદની સજા થઈ હતી. જાણીએ તેમની હત્યા અને હત્યારાઓ પાછળની હકીકત વિષે. શું તમે જાણો છો કે બાપુની હત્યા કરનારા લોકોમાંથી એક સરકારી સાક્ષી બન્યો હતો. તેણે હત્યારાઓને ઓળખી કાઢ્યા. તેની જુબાની પર જ હત્યારાઓને સજા સંભળાવવામાં આવી હતી.
દિગંબર આર બેજને બને સરકારી સાક્ષી
મહારાષ્ટ્રના અહમદનગરનો રહેવાસી અને હથિયારનો વેપાર કરતો દિગંબર આર બેજની, પણ મહાત્મા ગાંધીની હત્યારાઓના સામેલ હતો, પરંતુ તે સરકારી સાક્ષી બન્યો, જેના કારણે તેને કોર્ટ અને પોલીસ દ્વારા ઇનામ રૂપે માફી મળી. 21 જૂન 1948 ના રોજ તેને મુક્ત કરવામાં આવ્યો. આ ઉપરાંત તે હિન્દુ મહાસભાના સક્રિય કાર્યકર હતો. જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે પ્રથમ પૂછપરછ દરમિયાન જ સરકારી સાક્ષી બનવાનું સ્વીકાર્યું હતું. આ પછી પૂછપરછ દરમિયાન તેણે બાપુની હત્યામાં સામેલ તમામ લોકોના નામ જાહેર કર્યા હતા. તેમનું ઠેકાણું પણ જણાવવામાં આવ્યું હતું.
Watch this rare footage of the trial of RAssAss tërrør.ists Nathu, Savarkar, Golwalkar and others who conspired to kill Mahatma Gandhi#HeyRam pic.twitter.com/0wKi7a9MYB
— S🍉oirse (@SaoirseAF) January 30, 2024
બાપુના હત્યારો કોણ હતા અને શું કરતા?
નાથુરામ ગોડસે - મહારાષ્ટ્રના પુણેનો રહેવાસી હતો. તે વ્યવસાયે પત્રકાર હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતો.
નારાયણ આપ્ટે - મહારાષ્ટ્રના પુણેના રહેવાસી નારાયણ આપ્ટે બ્રિટિશ મિલિટરી સર્વિસમાં હતા. તેઓ વ્યવસાયે શિક્ષક અને અખબાર મેનેજર હતો.
વિનાયક દામોદર સાવરકર - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સભ્ય સાવરકર, વ્યવસાયે વકીલ તેમજ લેખક હતો. તે અખિલ ભારતીય હિંદુ મહાસભાનો પ્રમુખ પણ હતો અને મુંબઈનો રહેવાસી હતો.
શંકર કિસ્તાયા - તે મહારાષ્ટ્ર પુણેનો રહેવાસી હતો. દિગંબર બેજના ઘરે કામ કરતો હતો અને રિક્ષા પણ ચલાવતો હતો.
દત્તાત્રેય પરચુરે - મધ્યપ્રદેશના ગ્વાલિયરનો આ રહેવાસી તબીબી સેવા સાથે જોડાયેલો હતો.
વિષ્ણુ કરકરે - મહારાષ્ટ્રના અહેમદનગરનો રહેવાસી હતો. તે અનાથ હતો, તેથી તેણે અલગ-અલગ જગ્યાએ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું. હોટલોમાં કામ કર્યું. એક મ્યુઝિક બેન્ડના સભ્ય તેમજ એક રેસ્ટોરન્ટનો માલિક પણ હતો.
મદલ લાલ પાહવા - મદલ લાલ મહારાષ્ટ્રનો અહમદનગરમાં શરણાર્થી શિબિરમાં રહેતો હતો. તેમજ તે બ્રિટિશ ઈન્ડિયન આર્મી સાથે સંકળાયેલો હતો, પરંતુ ભાગલા પછી બેરોજગાર હતો. ભાગલા વખતે તેઓ પંજાબ, પાકિસ્તાનનાથી ભારત આવ્યો હતો.
ગોપાલ ગોડસે - પુણે, મહારાષ્ટ્રનો રહેવાસી હતો અને નાથુરામ ગોડસેનો ભાઈ હતો.
વિનાયક સાવરકર નિર્દોષ છૂટ્યો. ત્રણ લોકોને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા, તેમજ ફાંસી આપનાર પ્રથમ વ્યક્તિ નાથુરામ ગોડસેનું નામ દરેક વ્યક્તિ જાણે છે. પરંતુ આ કેસમાં અન્ય એક વ્યક્તિને ફાંસી આપવામાં આવી હતી જેનું નામ હતું નારાયણ આપ્ટે. તે હિન્દુ મહાસભાનો કાર્યકર હતો અને ગોડસેની જેમ તેને પણ 15 નવેમ્બર 1949ના રોજ અંબાલા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.