Get The App

અજિત પવારની એનસીપીએ 38 ઉમેદવારના નામ જાહેર કર્યા, વિવાદિત નેતાનું પત્તું કપાયું

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
અજિત પવારની એનસીપીએ 38 ઉમેદવારના નામ જાહેર કર્યા, વિવાદિત નેતાનું પત્તું કપાયું 1 - image


Ajit Pawar's party announce candidates: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે NCP અજિત પવાર જૂથે 38 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં સૌથી ખાસ વાત સામે આવી તે એ છે કે, તેમાં 95% વર્તમાન ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં નવાબ મલિક અને તેમના પુત્રી સના મલિકના નામ સામેલ નથી. અજિત પવાર પોતે બારામતી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. નોંધનીય છે કે, નવાબ મલિક પર દાઉદ ઈબ્રાહિમ સાથે કનેક્શન હોવાના આરોપ છે, જેથી ભાજપ તેમનો વિરોધ કરી રહ્યો હતો.  

કોને ક્યાંથી ઉમેદવાર જાહેર કરાયા?

આ ઉપરાંત યેવલાથી છગન ભુજબલ, આંબેગાંવથી દિલીપ વલસે પાટીલ, કાગલથી હસન મુશ્રીફ, પરલીથી ધનંજય મુંડેને ઉમેદવાર બનાવ્યા છે. અમરાવતી શહેરથી સુલભા ખોડકે, નવાપૂર ભરતથી ગાવિત, પાથરીથી નિર્મલા ઉત્તમરાવ વિટેકર અને મુંબ્રા કલવાથી નજીબ મુલ્લાને ટિકિટ મળી છે.


મહાયુતિમાં કોણે કેટલા ઉમેદવારોનું કર્યું એલાન?

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મહાયુતિમાં ભાજપ 152થી 155 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના 70 થી 80 બેઠકો અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 52થી 54 બેઠકો પર પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. અત્યાર સુધીમાં મહાયુતિમાં ભાજપે 99 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ શિવસેના (શિંદે જૂથ)એ પણ અત્યાર સુધીમાં માત્ર 45 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે.

આ પણ વાંચો: વાવ બેઠક પર જામશે રસાકસીભર્યો જંગ, ગેનીબેન ઠાકોરના કાકાએ અપક્ષ તરીકે નોંધાવી ઉમેદવારી


વર્તમાનમાં શું છે સ્થિતિ?

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં 288 બેઠકો છે. રાજ્યમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને NCP (અજિત પવાર) ગઠબંધનની સરકાર છે. 2019ની ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ 105 બેઠકો જીતી હતી. આ વખતે પણ મહાયુતિ પૂરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવા જઈ રહી છે. જો કે, શીટ શેરિંગને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટ ફોર્મ્યૂલા સામે નથી આવ્યો. હાલમાં ભાજપના 103 ધારાસભ્યો છે. શિવસેના (શિંદે) પાસે 40 ધારાસભ્યો અને NCP (અજિત પવાર) પાસે 43 ધારાસભ્યો છે. 

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાશે ચૂંટણી

મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠક માટે 20 નવેમ્બરના રોજ મતદાન થશે અને પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. ગત ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, NCPને 54 અને કોંગ્રેસને 44 બેઠક મળી હતી. 


Google NewsGoogle News