Get The App

'નો પાર્કિંગ સ્પેસ-નો કાર...' વાહન ખરીદનારાઓ માટે જલદી નિયમ લાગુ કરશે મહારાષ્ટ્ર સરકાર

Updated: Jan 15th, 2025


Google NewsGoogle News
'નો પાર્કિંગ સ્પેસ-નો કાર...' વાહન ખરીદનારાઓ માટે જલદી નિયમ લાગુ કરશે મહારાષ્ટ્ર સરકાર 1 - image


No Parking Space No Car Rules in Maharastra | મહારાષ્ટ્ર સરકાર એક નવી નીતિ લાગુ કરવાની તૈયારી કરી રહી છે, જે હેઠળ લોકોએ કાર ખરીદતા પહેલા પાર્કિંગની જગ્યા વિશે જણાવવું ફરજિયાત રહેશે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આ પ્રસ્તાવની જાહેરાત કરી, જેનો હેતુ શહેરી વિસ્તારોમાં વધતી જતી ટ્રાફિક ભીડની સમસ્યાને નિયંત્રિત કરવાનો છે.

પરિવહન મંત્રીએ શું કહ્યું? 

સરનાયકે જણાવ્યું હતું કે ગીચ વસ્તીવાળા શહેરોમાં વાહનોની વધતી સંખ્યા ટ્રાફિક જામનું મુખ્ય કારણ બની રહી છે. તેમણે કહ્યું કે લોન પર ખરીદેલા એક બેડરૂમના ફ્લેટમાં રહેતા લોકો જાહેર રસ્તાઓ પર પોતાની કાર પાર્ક કરી રહ્યા છે કારણ કે તેમની પાસે ખાનગી પાર્કિંગની સુવિધા નથી.

ઈમરજન્સી સેવાઓ પર અસર

મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર સ્થળોએ વાહનોના અનિયંત્રિત પાર્કિંગથી ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. તેમાં એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી ઇમરજન્સી સેવાઓમાં અવરોધનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ઘણી સોસાયટીઓમાં પાર્કિંગ માટે ખુલ્લી જગ્યાઓનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઇમરજન્સી સેવાઓના સંચાલનમાં અવરોધ ઉભો કરે છે.

અમે એમ નથી કહેતા કે ગરીબ લોકો કાર ન ખરીદે... 

સરનાઈકે સ્પષ્ટતા કરી કે આ નીતિ આર્થિક રીતે નબળા વર્ગની વિરુદ્ધ નથી, જેમની પાસે ખાનગી પાર્કિંગ સુવિધા નથી તેઓ જાહેર પાર્કિંગ માટેના સ્થળ પર જગ્યા રિઝર્વ કરાવીને કાર ખરીદી શકે છે. અમે એવું નથી કહેતા કે ગરીબ લોકોએ કાર ન ખરીદવી જોઈએ, પરંતુ તેમણે પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે.

ટીકા અને પડકારો

સરનાયકે સ્વીકાર્યું કે આ નીતિ અંગે વિરોધ અને ટીકા થઈ શકે છે, પરંતુ ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે આ પગલું જરૂરી છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો આ નિર્ણયની પ્રશંસા કરશે, જ્યારે કેટલાક તેની ટીકા કરશે. પરંતુ સરકારે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. તેમણે એમ પણ કહ્યું કે ખાનગી વાહનો પર નિર્ભરતા ઘટાડવા માટે જાહેર પરિવહનને સુધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. આમાં મેટ્રો રેલ અને અન્ય સેવાઓનું વિસ્તરણ શામેલ છે.

'નો પાર્કિંગ સ્પેસ-નો કાર...' વાહન ખરીદનારાઓ માટે જલદી નિયમ લાગુ કરશે મહારાષ્ટ્ર સરકાર 2 - image




Google NewsGoogle News