ગર્ભવતી મહિલાના ગર્ભમાં બાળક અને એ બાળકના પેટમાં પણ બાળક, સોનોગ્રાફી બાદ ડૉક્ટરનું માથું ચકરાયું
પ્રતિકાત્મક તસવીર |
Maharashtra: મહારાષ્ટ્રના બુલઢાણાની સરકારી હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલાની સોનોગ્રાફી ચર્ચામાં છે. ડૉક્ટરે સોનોગ્રાફીની ઝીણવટતાથી તપાસ કરી તો તે પણ ચોંકી ગયા. કારણ કે, ગર્ભવતીના પેટમાં તો બાળક દેખાતું હતું પરંતુ, આ બાળકના પેટમાં પણ એક બાળક દેખાતું હતું.
બાળકના પેટમાં બાળક
હકીકતમાં, બે મહિના પહેલાં જિલ્લાના મોતાલા તાલુકાની એક ગામની 32 વર્ષીય 9 મહિનાની ગર્ભવતી મહિલા હોસ્પિટલ પહોંચી. ડૉક્ટર પ્રસાદ અગ્રવાલે ગર્ભવતીની સોનોગ્રાફી કરી. સોનોગ્રાફી કરતાં સમયે તેઓએ મહિલાના પેટમાં તો બાળક જોયું, સાથે જ તેઓને બાળકના પેટમાં પણ કંઈક દેખાયું. ડૉક્ટર અગ્રવાલે અન્ય ત્રણ વખત મહિલાની સોનોગ્રાફી કરી તો જોયું કે, પેટમાં જે બાળક છે તેના પેટમાં પણ બાળક છે.
ડૉક્ટર અગ્રવાલે આ વાત પોતાના સિનિયર્સને જણાવ્યું. સિનિયર તબીબોએ ગર્ભવતી મહિલાને ડિલવરી અને અન્ય કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય, તેના માટે સંભાજીનગર મોકલવામાં આવી છે.
ડૉક્ટરે જણાવી સંપૂર્ણ વિગત
મહિલા રોગ નિષ્ણાંત (Gynecologist) ડૉ. પ્રસાદ અગ્રવાલને પૂછવામાં આવ્યું કે, મહિલા અને પેટમાં રહેલાં બાળકને કોઈ નુકસાનની સંભવના છે? તેનો જવાબ આપતાં ડૉક્ટરે કહ્યું કે, મહિલાને તો કોઈ તકલીફ નહીં થાય. પરંતુ, ડિલિવરી બાદ જન્મેલા બાળકની જલ્દી સારવાર ન થઈ તો તેના ગ્રોથમાં તકલીફ પડી શકે છે.
આ પણ વાંચોઃ મોદી કેબિનેટની બેઠકમાં આજે લેવાયા બે મોટા નિર્ણય, કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી
સિવિલ સર્જન ડૉ. ભાગવત ભુસારીએ જણાવ્યું કે, આ પરિસ્થિતિને તબીબી ભાષામાં fetus in feto (ભ્રૂણમાં ભ્રૂણ) કહેવામાં આવે છે. દુનિયામાં આવા લગભગ 200 જેટલાં કેસ સામે આવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 15 થી 20 આવા કેસ સામે આવ્યા છે.