મહારાષ્ટ્રના ગામમાં પોલીસની સમજાવટ બાદ બેલેટ પેપરથી પુનર્મતદાન રદ, EVM પર હતી આશંકા
Maharashtra Election: ત્રણ ડિસેમ્બર (ભાષા) મહારાષ્ટ્રના માલશિરસ વિધાનસભા વિસ્તારના ગ્રામીણોના એક સમૂહ દ્વારા બેલેટ પેપરથી ફરી મતદાન કરાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો હતો, પરંતુ પોલીસના હસ્તક્ષેપ બાદ તેઓએ મંગળવારે પોતાની યોજના રદ કરી દીધી. નોંધનીય છે કે, આ બેઠક પરથી એનસીપી (શરદ પવાર)ના વિજયી ઉમેદવારે આ જાણકારી આપી હતી. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અમે ગ્રામીણોને ચેતવણી આપી કે, મતદાનની પોતાની યોજના પર આગળ વધશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ભાજપ નેતાને હરાવ્યા
સોલાપુર જિલ્લાના માલશિરસ વિસ્તારના માર્કડવાડી ગામના નિવાસીઓએ બેનર લગાવીને દાવો કર્યો હતો કે, ત્રણ ડિસેમ્બરે ફરી મતદાન કરાવવામાં આવશે. આ ગામ માલશિરસ વિધાનસભા વિસ્તારથી એનસીપી ઉમેદવાર ઉત્તમરાવ જાનકરે ભાજપના રામ સતપુરેને 13,147 મતથી હરાવ્યા હતાં. ચૂંટણીના પરિણામ બે નવેમ્બરે જાહેર થયા હતાં. આ બેઠકથી જાનકર વિજય થયા હતાં. જોકે, માર્કડવાડીના નિવાસીઓએ દાવો કર્યો છે કે, તેમના ગામમાં જાનકરને સતપુતેની સરખામણીએ ઓછા મત મળ્યા છે, જે સંભવ ન હતું. આ વિશે સ્થાનિક લોકોએ ઈવીએમ પર શંકા વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ શિંદેને ભાજપે આપી બે ઑફર, પણ તે તૈયાર નથી: કેન્દ્રીય મંત્રીના નિવેદનથી રાજકારણમાં ગરમાવો
EVM પર શંકાના કારણે ફરી મતદાનનું કર્યું એલાન
એક અધિકારીએ જણાવ્યું કે, માલશિરસ ઉપ-મંડળ અધિકારી (એસડીએમ)એ સોમવારે અમુક સ્થાનિક લોકોની ફરી મતદાનની યોજનાનું આયોજન કર્યું હતું. જેના કારણે કોઈપણ સંઘર્ષ અથવા કાયદો-વ્યવસ્થા સંબંધિત સ્થિતિ ન બગડે તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 (આઈપીસીની 144) લગાવી દેવામાં આવી છે. ડીસીપી નારાયણ શિરગાવકરે કહ્યું કે, તેઓએ ગ્રામીણો અને એનસીપી નેતા જાનકર સાથે વિસ્તારથી ચર્ચા કરી છે. અમે તેમને કાયદાકીય પ્રક્રિયા સમજાવી અને ચેતવણી પણ આપી કે, જો એક પણ વોટ નાંખવામાં આવ્યો તો ગુનો નોંધવામાં આવશે.
આ પણ વાંચોઃ 'સંભલમાં ભાઈચારાને ગોળી મારી, પોલીસે માહોલ બગાડ્યો..' સંસદમાં અખિલેશ યાદવે સરકારને ઘેરી
એનસીપી નેતા જાનકરે કહ્યું કે, મેં પોલીસ અધિકારી સાથે બેઠક કરી અને ગ્રામીણો સાથે ચર્ચા કરી. તેઓએ કહ્યું કે, તે મતદાન કેન્દ્ર પર હાજર તમામ સામગ્રી જપ્ત કરી લેશે અને ગુનો નોંધશે. બાદમાં ત્યારબાદ ગ્રામીણો સાથે ચર્ચા કરી અને હવે તેઓએ ફરી મતદાન કરવાની યોજના રદ કરી દીધી છે. તેમનં માનવું હતું કે, જો પ્રશાસન મતદાન નહીં થવા દે તો અરાજકતાની સ્થિતિ ઉત્પન્ન થશે અને પોલીસ તેમજ નિવાસીઓની વચ્ચે સંઘર્ષ થશે. પરિણામે મતદાન પ્રક્રિયા નહીં થઈ શકે, તેમજ લોકોને મતદાન પ્રક્રિયા છોડીને જતા રહેશે. પોલીસ તંત્રના વલણને ધ્યાને રાખી ગ્રામજનોએ મતદાન રોકવાનો નિર્ણય લીધો છે.