Get The App

ચૂંટણી પહેલાની ખેંચતાણ ભાજપ માટે માથાનો દુ:ખાવો, હવે NDAના આ દિગ્ગજે માંગી 10-12 બેઠકો

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
ચૂંટણી પહેલાની ખેંચતાણ ભાજપ માટે માથાનો દુ:ખાવો, હવે NDAના આ દિગ્ગજે માંગી 10-12 બેઠકો 1 - image


Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં નવેમ્બર સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની સંભાવના છે, ત્યારે તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. એકતરફ ભાજપ, શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીના મહાયુતિ ગઠબંધનમાં બેઠક વહેંચણી મુદ્દો ચાલી રહ્યો છે.  બીજી તરફ કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી વચ્ચે પણ બેઠક વહેંચણીનું ઘમસાણ જોવા મળી રહ્યું છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે મહાયુતિના સાથી પક્ષ આરપીઆઈ-એના પ્રમુખ રામદાસ આઠવલે ચોંકાવનારી માંગ કરીને ભાજપનું ટેન્શન વધારી દીધું છે.

અમારી પાર્ટીને 10થી 12 બેઠકો મળવી જોઈએ : રામદાસ આઠવલે

સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ મહાયુતિ સમક્ષ વિધાનસભા ચૂંટણીમાં 10થી 12 બેઠકો ચૂંટણી લડવાની ડિમાન્ડ રાખી છે. તેમણે આજે નાગપુરમાં પત્રકાર પરિષદ યોજી કહ્યું કે, ‘અમારી પાર્ટીને રાજ્યની 10થી 12 બેઠકો પર ચૂંટણી લડવાની તક મળવી જોઈએ. આરપીઆઈ-એ પોતાના ચિન્હ પર જ ચૂંટણી લડશે. અમારી પાર્ટીએ વિદર્ભની ચાર બેઠકો પર લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ ચાર બેઠકોમાં ઉત્તર નાગપુર, ઉમરેદ (નાગપુર), યવતમાલની ઉમરખેડ અને વાશિમ સામેલ છે.’

આ પણ વાંચો : મહારાષ્ટ્ર ચૂંટણી: MVAમાં બેઠક વહેંચણીની ચર્ચા વચ્ચે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- ‘10 દિવસની અંદર...’

‘ભાજપ, શિવસેના, એનસીપીએ અમારી પાર્ટીને ચાર-ચાર બેઠકો આપવી જોઈએ’

આઠવલેએ વધુમાં કહ્યું કે, ‘RPI-Aએ 18 બેઠકોની સંભવિત યાદી બનાવી છે અને અમે આ યાદી મહાયુતિ સમક્ષ મોકલીશું. અમને સીટ શેરિંગ ફોર્મ્યુલા હેઠળ 10થી 12 બેઠકો મળવાની આશા છે. ભાજપ, શિવસેના અને એનસીપીએ તેમના ક્વોટામાંથી અમારી પાર્ટીને ચાર-ચાર બેઠકો આપવી જોઈએ.’

ઉલ્લેખનીય છે કે, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI-A) મહાયુતિ ગઠબંધનનો સાથે પક્ષ છે. આ ગઠબંધનમાં ભાજપ સહિત રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેના અને અજિત પવારની રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP) પણ સામેલ છે.

આ પણ વાંચો : ભાજપના કોફિન પર છેલ્લી ખીલી હશે મહારાષ્ટ્રની ચૂંટણી...', દિગ્ગજ નેતાના નિવેદનથી રાજકીય ખળભળાટ


Google NewsGoogle News