જાતીય સતામણીના કેસનો ઝડપી નિકાલ લાવવામાં મહારાષ્ટ્ર ટોચે, જ્યારે આ રાજ્ય યાદીમાં તળિયે
Image: Freepik |
How Fast-track court work on POCSO : કોલકાતામાં ડૉક્ટર સાથે થયેલી હેવાનિયત બાદ દુષ્કર્મ અને યૌન ઉત્પીડનના કેસોને ફાસ્ટ ટ્રેક ટ્રાયલની માંગે ફરીથી જોર પકડ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાનને લખેલા પત્રમાં આ અદાલતોની સ્થાપનાની જરૂરત જણાવી હતી, પરંતુ વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટનો જે પર્ફોરમન્સ રિપોર્ટ સામે આવ્યો તેમાં સાબિત થયું છે કે, અદાલતો દુષ્કર્મ અને પોક્સો કેસમાં ત્વરિત ચુકાદામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરંતુ પશ્ચિમ બંગાળ તેમાં પાછળ છે.
પશ્ચિમ બંગાળમાં 123 માંથી ફક્ત ત્રણ ફાસ્ટ ટ્રેક કોર્ટ કરે છે કામ
આંકડા અનુસાર, ગત વર્ષે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 94 ટકા કેસ પતાવવામાં આવ્યા હતાં. જેમાં મહારાષ્ટ્રનું 80 ટકા અને પંજાબનું 71 ટકા પ્રદર્શન હતું. પશ્ચિમ બંગાળનું સૌથી ખરાબ ફક્ત 2 ટકા પ્રદર્શન હતું. તેનું કારણ પણ સ્પષ્ટ છે. કારણ કે, મોટાભાગના રાજ્યોએ તેમને ફાળવવામાં આવેલી તમામ અથવા મોટાભાગની ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરી દીધી છે અને સંચાલન પણ શરૂ થઈ ગયું છે. જોકે, પશ્ચિમ બંગાળમાં 123 માંથી ફક્ત ત્રણ કોર્ટ જ કામ કરી રહી છે.
રિપોર્ટમાં સામે આવી માહિતી
રોલ ઑફ ફાસ્ટ ટ્રેક સ્પેશ્ય કોર્ટ ઈન રિડ્યુસિંગ કેસ બેકલાગ્સ નામથી રજૂ કરવામાં આવેલો રિપોર્ટ જણાવે છે કે, 2022 માં જ્યાં દેશની અદાલતોમાં દુષ્કર્મ અને પોક્સોના કેસના પતાવટનો દર 10 ટકા હતો. તેમજ, વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલતોમાં આ દર 83 ટકા હતો જે વધીને 2023 માં 94 ટકા સુધી પહોંચી ગયો હતો.
હાલ 2,02,175 કેસ પેન્ડિંગ
રિપોર્ટ અનુસાર, જો કોઈપણ નવો કેસ ન જોડવામાં આવે તો દર ત્રણ મિનિટે દુષ્કર્મ અને પોક્સોના કેસ પતાવવામાં આવે તો ડિસેમ્બર 2023 સુધી પેન્ડિંગ કેસ ખતમ થઈ શકે છે. હકીકતમાં, અત્યારે 2,02,175 કે્સ પેન્ડિંગ છે. રિપોર્ટમાં તેને ખતમ કરવા માટે એક હજારથી વધારે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવાની સલાહ આપવામાં આવી છે.
દુષ્કર્મ પીડિતાને ત્વરિત ન્યાય સુનિશ્ચિત કરવામાં આ અદાલતોની જરૂરતને રેખાંકિત કરતા બાળ અધિકાર કાર્યકર્તા અને બાળ વિવાહ મુક્ત ભારતના સંસ્થાપક ભુવન ઋભુએ તમામ પેન્ડિંગ કેસ પતાવવલા માટે નીતિ બનાવવાની વાત કરી હતી.
આ પણ વાંચોઃ VIDEO: CJI ડી.વાય.ચંદ્રચુડના નિવારસ્થાને પહોંચ્યા વડાપ્રધાન મોદી, ગણપતિ પુજામાં લીધો ભાગ
અત્યારે ફક્ત 755 અદાલતો જ કામ કરે છે
રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારે 2019 માં વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ યોજના લાગુ કરી હતી. દેશભરમાં 1023 વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનેલી છે, દેશભરમાં 1023 સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાની હતી, જેમાંથી હાલ માત્ર 755 કોર્ટ જ કામ કરી રહી છે. તેની રચના બાદથી આ અદાલતોમાં કુલ 416638 કેસ સુનાવણી માટે આવ્યા છે, જેમાંથી 214463 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે, જે ફક્ત 52 ટકા છે.
શું છે ગુજરાતની સ્થિતિ?
નોંધનીય છે કે, વિવિધ રાજ્યોમાં ફાસ્ટ ટ્રેક દીઠ સરેરાશ ઓપરેટિંગ ખર્ચ 2020 થી 2022 દરમિયાન નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાસ કરીને આસામ, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તરાખંડ અને ગુજરાત જેવા રાજ્યોએ તેમના ફાસ્ટ ટ્રેક કોર્ટના ઓપરેટિંગ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. તેનાથી વિપરીત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઓડિશા અને બિહાર જેવા રાજ્યોમાં સમાન સમયગાળા દરમિયાન ઓપરેટિંગ ખર્ચમાં વધારો જોવા મળ્યો છે.