Get The App

હિન્દુત્વ, મુસ્લિમો, રામ મંદિર, ગુજરાત... ઉદ્ધવ ઠાકરેએ એક સાથે અનેક મુદ્દા પર ભાજપ પર કર્યા પ્રહાર

Updated: Apr 16th, 2025

GS TEAM


Google News
Google News
હિન્દુત્વ, મુસ્લિમો, રામ મંદિર, ગુજરાત... ઉદ્ધવ ઠાકરેએ એક સાથે અનેક મુદ્દા પર ભાજપ પર કર્યા પ્રહાર 1 - image


Maharashtra News : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વ, મુસ્લિમો, રામ મંદિર અને ગુજરાત સહિતનો ઉલ્લેખ કરી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે નાસિકના એક કાર્યક્રમમાં ભાજપની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરની પણ ટીકા કરી છે.

‘મુંબઈને લૂંટી બધુ ગુજરાત મોકલાઈ રહ્યું છે’

ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું છે કે, ભાજપથી અલગ થવા છતાં તેમની હિન્દુત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતામાં કોઈ ઘટાડો થયો નથી. ઠાકરેએ કહ્યું કે, ‘મેં ભાજપથી અલગ થયો છું, પણ હિન્દુત્વથી નહીં. હું મૃત્યુ સુધી હિન્દુત્વ છોડીશ નહીં. ભાજપનું વર્તમાન હિન્દુત્વ દેખાડો અને મતબેંક માટે છે, જ્યારે શિવસેનાનું હિન્દુત્વ સાચો રાષ્ટ્રવાદ છે.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘મુંબઈને લૂંટવામાં આવી રહ્યો છે અને બધુ ગુજરાત મોકલવામાં આવી રહ્યું છે.’

ઉદ્વવએ ભાજપ પર કર્યા ગંભીર આક્ષેપ

ભાષણ દરમિયાન ઉદ્ધવ ઠાકરે ભારે આક્રમક જોવા મળ્યા હતા અને તેઓ ભાજપ પર એક પછી એક આક્ષેપ કરી ટીકા કરતા રહ્યા હતા. તેમણે ભાજપ પર હિન્દુત્વના સારાંશને નબળો પાડવાનો અને શિવસેનાના વિચારધારા અંગેના વલણ વિશે જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે, શિવસેના વગર અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શક્ય ન હોત.

આ પણ વાંચો : CM નીતીશે ભાજપની વધારી મુશ્કેલી! બિહારમાં પોસ્ટરો લગાવી મચાવ્યું રાજકીય ઘમસાણ

વકફ કાયદા પર અમારું વલણ સ્પષ્ટ : ઉદ્ધવ

તેમણે કહ્યું કે, શિવસેના યુબીટીએ વકફ એક્ટનો વિરોધ કર્યો કારણ કે તેનો હિન્દુત્વ સાથે કોઈ સંબંધ નથી. AIADMK વક્ફ બિલનો વિરોધ કર્યો છે અને ભાજપે તાજેતરમાં જ આ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. જ્યારે હવે ભાજપ શિવસેનાને નિશાન બનાવી રહી છે.

ભાજપે અમારા વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવી : ઠાકરે

શિવસેના યુબીટીના પ્રમુખે કહ્યું કે, ‘હું ભાજપના બગડતા હિન્દુત્વને સ્વીકારતો નથી. શિવસેના વિના ભાજપ અયોધ્યામાં રામ મંદિર બનાવવાની સ્થિતિ ઉભી કરી શક્યો ન હોત. ભાજપે અમારા વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવી છે કે, શિવસેનાએ હિન્દુત્વ છોડી દીધું. હું જ્યારે મુખ્યમંત્રી હતો, ત્યારે મેં તમામ લોકો સાથે એક જેવો વ્યવહાર કર્યો, જેના કારણે મુસ્લિમો અમારું સમર્થન કરતા રહ્યા છે.’

ઠાકરેએ ગૃહમંત્રી પર સાધ્યું નિશાન

ઉદ્ધવ ઠાકરે ભાષણ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પર પણ નિશાન સાધ્યું છે. તેમણે શાહનો ઉલ્લેખ કરી ભારપૂર્વક કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજને ભાષણોથી વધુ સન્માન અપાયું નથી. તેમણે પૂછ્યું કે જો ભાજપ ખરેખર શિવાજી મહારાજને પ્રેમ કરે છે, તો પછી તેમની જન્મજયંતિ પર રાષ્ટ્રીય રજા કેમ જાહેર નથી કરતી? તેમણે અરબી સમુદ્રમાં શિવ સ્મારકના નિર્માણ અંગેના અધૂરા વચનો પર સવાલો ઉઠાવ્યા અને શિવાજી મહારાજના વારસાને યાદ કરવા માટે નક્કર પ્રયાસોના અભાવ વિશે વાત કરી.

આ પણ વાંચો : ભાજપ-AIADMKના ગઠબંધનમાં ચાર જ દિવસમાં તિરાડ! કહ્યું- માત્ર ચૂંટણી પૂરતા જ સાથે છીએ

Tags :