Get The App

ભાજપે JDU તોડવાનો પ્રયાસ કરતાં નીતિશ કુમાર છે નારાજ: સંજય રાઉતના દાવાથી રાજકારણમાં હલચલ

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
ભાજપે JDU તોડવાનો પ્રયાસ કરતાં નીતિશ કુમાર છે નારાજ: સંજય રાઉતના દાવાથી રાજકારણમાં હલચલ 1 - image


Maharashtra News: શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે શનિવાર (4 ડિસેમ્બર) દાવો કર્યો કે, નીતિશ કુમારના નેતૃત્ત્વવાળી જનતા દળ (યુનાઇટેડ) NDA ગઠબંધન સાથે નહીં રહે. કારણકે, ભાજપ તેમની પાર્ટીના 10 સાંસદોને લલચાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ બિહારમાં સહયોગી દળની પીઠમાં છરો ઘોંપી રહી છે. નોંધનીય છે કે, બિહારમાં ભાજપ નીતિશ કુમારની સાથે ગઠબંધનમાં છે. 

સંજય રાઉતે કહ્યું, 'ભાજપે જેડી(યુ) ના 10 સાંસદોને પોતાના પક્ષમાં કરવાનું કામ શરૂ કરી દીધું છે. તેથી નીતિશ કુમાર સંકોચ અનુભવી રહ્યા છે. તે એનડીએમાં રહેશે કે નહીં તે વિશે મને શંકાછે. જેડી(યુ) એનડીએના ભાગરૂપે 2025માં બિહાર વિધાનસભાની ચૂંટણી લડે તેવી સંભાવના ખૂબ ઓછી દેખાય છે. જેડી(યુ) પાસે લોકસભામાં 12 સાંસદ છે, જે એનડીએ સરકાર માટે મહત્ત્વપૂર્ણ છે. કારણકે, ભાજપ પાસે સંસદના નીચલા ગૃહમાં પોતાના દમ પર બહુમત નથી.

આ પણ વાંચોઃ સુરતમાં સ્યૂસાઈડ નોટ લખી બેંકના આસિસ્ટન્ટ મેનેજરે કર્યો આપઘાત,પરિવારે મોત પર વ્યક્ત કરી શંકા

મુકેશ ચંદ્રકારની હત્યા પર સંજય રાઉતનું ચોંકાવનારૂ નિવેદન

વળી, છત્તીસગઢના પત્રકાર મુકેશ ચંદ્રકારની હત્યા પર સંજય રાઉતે કહ્યું, તેણે રસ્તો બનાવવામાં થઈ રહેલાં ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો હતો. મુકેશ ચંદ્રાકરની હત્યાને હું સંતોષ દેશમુખની હત્યાની જેમ જોવ છું. મુકેશ ચંદ્રાકરની હત્યા એટલે થઈ કારણ કે, તેણે ભ્રષ્ટાચારની વિરોધમાં અવાજ ઉઠાવ્યો. ઝારખંડમાં એક પત્રકારને જેલમાં રાખવામાં આવ્યો. આ બધી જગ્યાએ ચાલી રહ્યું છે અને કહેવામાં આવે છે કે, દેશમાં લોકતંત્ર છે, ક્યાં છે લોકતંત્ર?

આ પણ વાંચોઃ ક્રેડિટબુલ્સ ઇન્વેસ્ટમેન્ટના 23 કરોડના કૌભાંડના નાસતા ફરતા આરોપીને નેપાળ બોર્ડરથી પકડી પાડતી જામનગર પોલીસ

દિલ્હી ચૂંટણી પર તેઓએ કહ્યું, 'વડાપ્રધાનની આદત છે ચૂંટણી પહેલાં હજારો કરોડોની જાહેરાત કરે છે, તેમને પાર્ટી તોડવાનો નશો છે. પરંતુ, હું જોઈ રહ્યો છું કે, દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલ સાથે છે. નરેન્દ્ર મોદીનું બેવડું વ્યક્તિત્વ છે. દરગાહ પર ચાદર ચઢાવવી શ્રદ્ધાનો વિષય છે. જો વડાપ્રધાન જ્યાં ચાદર ચઢાવે છે, તો હું તેમની ટીકા નહીં કરૂ. પરંતુ, તમારે બેવડું વ્યક્તિત્વ છોડવું પડશે.'



Google NewsGoogle News