Get The App

‘EVMમાં ખેલ થયો, બાકી 40 બેઠકમાં સમેટાઇ ગયું હોત ભાજપ’, અદાલતમાં જશે ઉદ્ધવ સેના

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
Aaditya Thackeray Statement On BJP, Ravindra Vaikar, Election Commission, EVM


Aaditya Thackeray Attack On BJP : શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અવારનવાર ભાજપ અને ચૂંટણી પંચ પર આક્ષેપો કરતા રહ્યા છે, ત્યારે હવે તેમની પાર્ટીના નેતા આદિત્ય ઠાકરેએ લોકસભા ચૂંટણી પરિણામ, ભાજપ, ચૂંટણી પંચ અને EVM મુદ્દે શાબ્દિક પ્રહારો કર્યા છે. આ ઉપરાંત તેમણે એકનાથ શિંદેના સાંસદ રવિન્દ્ર વાયકર પર પર આકરા પ્રહારો કર્યા છે.

આદિત્ય ઠાકરેએ ભાજપની સાથે ચૂંટણી પંચની પણ ટીકા કરી

આદિત્ય ઠાકરેએ ભાજપ પર આકરા પ્રહારો કરી કહ્યું કે, ‘જો ઈવીએમથી ચૂંટણી ન થઈ હોત તો ભાજપ 40 બેઠકમાં સમેટાઈ ગયું હોત. અમારી પાર્ટીના ઉમેદવાર મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી જીત તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ બેઈમાનીના કારણે અમારી હાર થઈ છે.’ તેમણે ચૂંટણી પંચ (Election Commission)ની ટીકા કરી કહ્યું કે, આ ઈલેક્શન કમિશન નથી, પરંતુ ‘ઈજિલી કમ્પ્રોમાઈજ્ડ’ છે. આ પહેલા ઉદ્ધવની પાર્ટીએ ચૂંટણી પંચની કામગીરી પર ચિંતા વ્યક્ત કરી હતી.

મતગણતરી કેન્દ્રમાં મોબાઈલનના ઉપયોગ મામલે રાજકીય ધમાસાણ

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (Maharashtra CM Eknath Shinde)ની શિવસેનાના ઉમેદવારની મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પર 48 મતોથી જીત થઈ હતી. જોકે આ બેઠકના મતગણતરી કેન્દ્રમાં મોબાઈલનો ઉપયોગ થયા હોવાના અહેવાલો સામે આવ્યા બાદ શિવસેના યુબીટી સહિત વિપક્ષના નેતાઓએ શિંદેના વિજેતા ઉમેદવાર રવિન્દ્ર વાયકર (Ravindra Vaikar), ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા. આ વિવાદનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં વાયકરના સંબંધી મતગણતરી સ્થળની અંદર મોબાઈલનો ઉપયોગ કરતા દેખાય છે. તેમના સંબંધી પર મોબાઈલથી ઈવીએમ હેક કરવાનો આક્ષેપ કરાયો છે. આ મામલે ઉદ્ધવ સેનાના ઉમેદવાર અમોલ કીર્તિકરે (Amol Kirtikar) પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. તેમણે કહ્યું કે, મતગણતરી કેન્દ્રની અંદર મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે, તો ત્યાં આવું કેમ થયું?

પોલીસે વાયકરના સંબંધી સહિત બે સામે કેસ નોંધ્યો

બીજીતરફ શિવસેના યુબીટીના નેતા આદિત્ય ઠાકરેએ આ મામલે કોર્ટમાં જવાનો ચીમકી આપી છે. આ ઘટના અંગે અત્યાર સુધીના અહેવાલો મુજબ પોલીસે રવિન્દ્ર વાયકરના સંબંધી મંગેશ વસંત પાંડિલકર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેમના વિરુદ્ધ મતગણતરી કેન્દ્રની અંદર મોબાઈલ ચલાવવા માટે કેસ નોંધાયો છે. આ કેસમાં પોલીસે ચૂંટણીના પોલ પોર્ટલ માટે ઑપરેટરનું કામ કરતા દિનેશ ગૌરવ નામના વ્યક્તિ સામે પણ કેસ દાખલ કર્યો છે. દિનેશ પર આરોપ છે કે, તેણે જ પાંડિલકરને મોબાઈલ આપ્યો હતો.

‘EVM કોઈ OTPથી અનલૉક કે ડિવાઈસ સાથે કનેક્ટ ના થઈ શકે’, ચૂંટણી પંચે હેકિંગના આક્ષેપ ફગાવ્યા

ફોનથી અનલોક કરી શકાય EVM?', ભારે વિવાદ બાદ મુંબઈમાં FIR, ચૂંટણી પંચ પર ભડક્યા વિપક્ષો


Google NewsGoogle News