Get The App

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, શરદ પવારને મળશે Z+ સિક્યોરિટી

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
Sharad Pawar


Sharad Pawar Will Get Z+ Security: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP-SP) વડા શરદ પવારને Z+ સિક્યોરિટી આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સને (CRPF) 83 વર્ષીય મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારને આ સિક્યોરિટી આપવા માટે સૂચના આપવામાં આવી છે. જેમાં CRPFના 55 સશસ્ત્ર જવાનોની ટીમ નિયુક્ત કરવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ધમકીના મૂલ્યાંકનની સમીક્ષા કર્યા પછી શરદ પવારને Z+ સિક્યોરિટી આપવાની ભલામણ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, કેન્દ્ર સરકારે તેમને VIP સિક્યોરિટી આપવાનો નિર્ણય કર્યો છે.

શરદ પવારને મળશે Z+ સિક્યોરિટી

Z+ સિક્યોરિટીની યલો બુક પ્રમાણે, શરદ પવારને Z+ કેટેગરીની સિક્યોરિટી આપવામાં આવી છે. આ પછી તેમની આસપાસ કડક સિક્યોરિટી ગોઠવી દેવામાં આવશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તેમની સિક્યોરિટી માટે 58 કમાન્ડો તૈનાત છે. Z+ કેટેગરીની સિક્યોરિટીમાં એક સમયે 10 સશસ્ત્ર સ્ટેટિક ગાર્ડ, 6 PSO રાઉન્ડ ધ ક્લોક, 2 એસ્કોર્ટ્સમાં 24 જવાન, 2 શિફ્ટમાં 5 વોચર્સનો સમાવેશ થાય છે. આ સાથે ઇન્સ્પેક્ટર અથવા સબ-ઇન્સ્પેક્ટરને ઇન્ચાર્જ તરીકે રાખવામાં આવે છે. VIPના ઘરે આવતા અને જતા લોકો માટે 6 ફ્રિસ્કિંગ અને સ્ક્રીનિંગ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યાં છે. તેમજ 6 ડ્રાઈવરો રાઉન્ડ ધ ક્લોક ટ્રેન્ડ છે.

આ પણ વાંચો : રક્ષક જ ભક્ષક! વર્તમાન 151 સાંસદો-ધારાસભ્યો સામે મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસ, જુઓ રિપોર્ટ

Z કેટેગરીની સિક્યોરિટી

Z કેટેગરીની સિક્યોરિટીમાં કુલ 33 સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવે છે. જ્યારે સશસ્ત્ર દળોના 10 સશસ્ત્ર સ્ટેટિક ગાર્ડ VIPના ઘરે રહે છે. તેમજ 6 રાઉન્ડ ધ ક્લોક PSO, ત્રણ શિફ્ટમાં 12 સશસ્ત્ર એસ્કોર્ટ કમાન્ડો, 2 વોચર્સ શિફ્ટમાં અને 3 ટ્રેન્ડ ડ્રાઇવરો રાઉન્ડ ધ ક્લોક હાજર રહે છે. 

Y+ કેટેગરીની સિક્યોરિટી

આ પ્રકારની સિક્યોરિટીમાં સશસ્ત્ર પોલીસના 11 કમાન્ડો તૈનાત છે. જેમાં 58 સ્ટેટિક પોલીસ કર્મચારીઓ તેમની સુરક્ષા માટે VIPના ઘરોમાં અને તેની આસપાસ તૈનાત કરવામાં આવે છે. તેમજ 6 PSO ત્રણ શિફ્ટમાં ધ્યાન રાખે છે.

આ પણ વાંચો : ભારતને ઘેરવા ચીનની નવી ચાલ, લદ્દાખ નજીક બનાવ્યા છ નવા હેલીસ્ટ્રિપ, સેટેલાઈટ તસવીરમાં ખુલાસો

Y કેટેગરીની સિક્યોરિટી

આ પ્રકારની સિક્યોરિટી એવા લોકોને આપવામાં આવે છે કે, જેઓ ઓછા જોખમમાં હોય. આમાં કુલ 8 સુરક્ષાકર્મીઓ સામેલ છે. આમાં જે VIPને સુરક્ષા આપવામાં આવે છે, તેના ઘરે 5 સશસ્ત્ર સ્ટેટિક ગાર્ડ તૈનાત કરવામાં આવે છે. આ સાથે ત્રણ શિફ્ટમાં ત્રણ PSO સિક્યોરિટી આપે છે.

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, શરદ પવારને મળશે Z+ સિક્યોરિટી 2 - image


Google NewsGoogle News