Get The App

અજિત પવાર અને શરદ પવાર ફરી એક થશે? NCP નેતાએ કહ્યું, ‘છૂટા પડ્યા હતા, હવે ભેગા થશે...’

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
અજિત પવાર અને શરદ પવાર ફરી એક થશે? NCP નેતાએ કહ્યું, ‘છૂટા પડ્યા હતા, હવે ભેગા થશે...’ 1 - image


Maharashtra Politics News : મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા પાંચ વર્ષથી ઉથલપાથલ અને ખળભળાટ મચતો રહ્યો છે. અગાઉ એકનાથ શિંદએ બળવો કરી ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી વધારી હતી, તો અજિત પવારે પણ શરદ પવારને ઝટકો આપ્યો હતો. આવી રાજકીય સ્થિતિ જોતા રાજ્યમાં આગામી સમયમાં શું થશે, તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે. રાજ્યની આ ઉથલપાથલ વચ્ચે એવા અહેવાલ સામે આવ્યા છે કે, અજિત પવારે કાકા શરદ પવાર સાથે મુલાકાત કરી છે.

અજિતે શરદ પવાર સાથે મુલાકાત કરતા રાજકારણમાં ખળભળાટ

એનસીપીના વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે દિલ્હીમાં કાકા શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાજકારણમાં ફરી ખળભળાટ મચ્યો છે. જોકે આજે શરદ પવારનો જન્મ દિવસ છે, તેથી જ અજિત પવારે તેમની સાથે મુલાકાત કરી હોવાનું કહેવાય છે. રાજ્યના બે દિગ્ગજો વચ્ચે મુલાકાત થયા બાદ તેઓ ફરી એક થશે, તેવી રાજકીય લોકો ચર્ચા કરવા લાગ્યા છે. અજિતે શરદ પવાર સાથે મુલાકાત કેમ કરી અને મુલાકાત વખતે શું ચર્ચા થઈ ? તે અંગે એક સમાચાર એજન્સીએ પુણેના એનસીપી અધ્યક્ષ દીપક માનકરને સવાલ કર્યો તો તેમણે ગોળગોળ જવાબ આપ્યો છે.

પવાર સાહેબ અને દાદા વચ્ચે લોહીના સંબંધો : એનસીપી નેતા

દીપક માનકરે બંનેની મુલાકાત અંગે કહ્યું કે, ‘પવાર સાહેબ અને દાદા વચ્ચે લોહીના સંબંધો છે. દાદા પવાર સાહેબને જન્મ દિવસની શુભકામના પાઠવવા ગયા હતા. આ મુલાકાત મહારાષ્ટ્ર માટે સારો સંદેશ છે. અજિત દાદા હંમેશા પવાર સાહેબનું સન્માન કરે છે અને આગામી સમયમાં પણ કરતા રહેશે.’

આ પણ વાંચો : ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વહેલા ચૂંટણી, નવા વોટર ID: વન નેશન વન ઈલેક્શનની 10 મુખ્ય ભલામણ

ભવિષ્યમાં અજિત પવાર અને શરદ પવાર સાથે આવશે ?

જ્યારે માનકરેને બંનેના સાથે આવવા અંગે સવાલ કરાયો તો તેમણે ગોળગોળ જવાબ આપીને કહ્યું કે, ‘જે આજે સાથે છે, તેઓ ભવિષ્યમાં અલગ થઈ જશે અને જે છૂટા પડી ગયા છે, તેઓ આજે ભેગા થશે. આવું રાજકારણમાં ચાલતું રહે છે. પરંતુ અજિત દાદાએ જે નિર્ણય લીધો છે, તે મહારાષ્ટ્રને મજબૂત કરવાનો છે. તેમને પવાર સાહેબના આશીર્વાદની જરૂર પડશે.’

અજિત પવારના અનેક નેતા શરદ પવારને મળ્યા

શરદ પવાર આજે 84મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત દેશના અનેક મોટા નેતાઓએ તેમને શુભેચ્છા પાઠવી છે. અજિત પવારે પરિવાર સાથે દિલ્હી પહોંચ્યા હતા અને તેમની સાથે મુલાકાત કરી હતી. અજિત પવારનો પરિવાર ઉપરાંત તેમની પાર્ટીના નેતાઓ પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ અને સુનીલ તટકરેએ પણ મુલાકાત કરી હતી. અજિત પવારના નજીકના સાથી ભુજબળે કહ્યું કે, ‘અમે આજે તેમને (શરદ પવાર) જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા આવ્યા છીએ.’

આ પણ વાંચો : ખાણી-પીણીમાં 60-70%નો ઘટાડો ! કેન્દ્ર સરકાર એરપોર્ટ પરના મુસાફરો માટે લાવી નવી યોજના

.


Google NewsGoogle News